Western Times News

Gujarati News

ચૂંટણીમાં ટિકિટના નામે ૬૭ લાખ પડાવવાનો આરોપ

મુજફ્ફરનગર, ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી એક વખત બહુજન સમાજ પાર્ટીમાં ટિકિટ વેચાણનો વિવાદ સામે આવ્યો છે. મુજફ્ફરનગર જનપદથી આવેલા સમાચાર સાંભળી રાજનીતિ ગલિયારામાં ખલબલી મચી ગઈ છે. આટલું જ નહીં બસપામાં ટિકિટના વેચાણનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

બસપા નેતા અરશદ રાણાએ પશ્ચિમી યૂપીના પ્રભારી શમસુદ્દીન રાઇન પર ટિકિટના નામ પર ૬૭ લાખ રૂપિયા પડાવવાનો આરોપ લગાવ્યો છે. પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર સામે અરશદ રાણા ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો હતો. રાણાએ કહ્યું કે બસપાએ મારો તમાશો બનાવી દીધો છે. રાઇન મને ઓફિસમાં અંદર બેસાડીને કહે છે કે તારા સ્થાને બીજા કોઇને ચૂંટણી લડાવી રહ્યા છીએ.

તમે જાેઈ રહ્યા હશો કે હું અખબારમાં જાહેરાત સિવાય હાર્ડિંગ અને પોસ્ટર પર ખર્ચા કરી રહ્યો છું. જાેકે અંતિમ સમયે મારી સાથે આવું થઇ રહ્યું છે. બસપા નેતા અરશદ રાણાએ ચેતવણી આપી છે કે જાે ન્યાય નહીં મળે તો તે આત્મદાહ કરી લેશે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.

આ સાથે રાણાએ કહ્યું કે હું છેલ્લા ૨૪ વર્ષથી બસપાનો કાર્યકર્તા છું અને મેં ઘણા પદ પર કામ કર્યું છે. જ્યારે ચરથાવલ વિધાનસભામાં ૨૦૧૮માં થયેલા કાર્યક્રમમાં મને ૨૦૨૨ માટે પ્રભારી અને ઉમેદવાર જાહેર કર્યો હતો. યૂપીના મુજફ્ફરનગરથી બસપા નેતા અરશદ રાણાએ બીજા દાવેદારને ટિકિટ મળવા પર ફેસબુક પર એક પોસ્ટ કરી હતી.

આ દરમિયાન તેમણે ફેસબુક પોસ્ટમાં લખ્યું કે બહુજન સમાજ પાર્ટીના પશ્ચિમી પ્રભારી શમસુદ્દીન રાઇને મારા ચૂંટણીના નામે લીધેલા પૈસા પાછા ના કર્યો તો લખનઉમાં માનનીય બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીના આવાસ પર આત્મદાહ કરીશ. આ સાથે રાણાએ પોતાની પોસ્ટમાં કહ્યું કે રાઇને ચરથાવલ વિધાનસભામાં કાર્યક્રમ દરમિયાન મારા નામની જાહેરાત કરી હતી. આ પછી હું હોર્ડિંગ્સ અને પોસ્ટરમાં બધા પૈસા ખર્ચ કરી ચૂક્યો છું. જાેકે આ મામલામાં રાઇન તરફથી કોઇ નિવેદન આવ્યું નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.