Western Times News

Gujarati News

વાદળમાં પ્રવેશ કરવાથી હેલિકોપ્ટર ક્રેશ થયું હતુું

નવી દિલ્હી, ૮ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) બિપિન રાવત સહિત ૧૩ લોકોના મોત થયા હતા. ઈન્ડિયન એરફોર્સે કહ્યું છે કે આ દુર્ઘટના અંગે ટ્રાઈ સર્વિસિસ કોર્ટ ઓફ ઈન્ક્‌વાયરીએ પોતાનો પ્રારંભિક તપાસ રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટ પ્રમાણે અચાનક વાતાવરણમાં થયેલા પલટાના કારણે વાદળમાં પ્રવેશ કરવાથી હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.

દુર્ઘટના અંગેના તપાસ અહેવાલમાં, પેનલે જણાવ્યું હતું કે હવામાન પરિસ્થિતિઓમાં અણધાર્યા ફેરફારને કારણે વાદળોમાં પ્રવેશવાના કારણે આ અકસ્માત થયો હતો. આનાથી “પાયલટને અવકાશી દિશાહિનતા પરિણમી હતી. પ્રાથમિક તારણોના અહેવાલમાં સેબોટેજ કે બેદરકારીને અકસ્માતનું કારણ નકારી કાઢવામાં આવ્યું છે.

તપાસ પંચે દુર્ઘટનાનું સંભવિત કારણ જાણવા માટે ઉપલબ્ધ તમામ સાક્ષીઓની પૂછપરછ કરી હતી અને ફ્લાઈટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઈસ રેકોર્ડરનું વિશ્લેષણ કર્યું હતું. કોર્ટ ઓફ ઈન્કવાયરીએ દુર્ઘટનાના કારણ તરીકે યાંત્રિક નિષ્ફળતા, સેબોટેજ કે બેદરકારી રહી હોવાની વાતને નકારી ગાઢી હતી.

રિપોર્ટ પ્રમાણે દુર્ઘટનામાં વાતાવરણમાં આવેલા અચાનક પલટાના કારણે હેલિકોપ્ટર વાદળમાં પ્રવેશી ગયું હતું. તેના કારણે પાયલટ પોતાના નિશ્ચિત રસ્તાથી ભટકી ગયો હતો. નોંધનીય છે કે દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરમાં જનરલ રાવત અને તેમના પત્ની તથા અન્ય ૧૨ લોકો સામેલ હતા. જેમાં ચાર ક્રુ પણ હતા. આ હેલિકોપ્ટર તામિલનાડુના સુલુર એર બેઝ પરથી ઉડ્યું હતું અને વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસિસ સ્ટાફ કોલેજ જવાનું હતું.

આ કોલેજમાં રાવત લેક્ચર આપવાના હતા. જાેકે, હેલિકોપ્ટર તેના ગંતવ્ય સ્થાનથી ૧૦ કિમી દૂર પર્વતીય વિસ્તારમાં ક્રેશ થઈ ગયું હતું અને ત્યારે હવામાન પણ વાદળછાયું હતું. હેલિકોપ્ટરમાં સવાર તમામ ૧૪ લોકોના મોત થયા હતા. એરફોર્સે રાવત, તેમના પત્ની અને અન્ય ૧૧ લોકોના મોતની પુષ્ટી એ જ દિવસે કરી હતી જ્યારે એક વ્યક્તિ બચી ગયો હતો જેનું એક સપ્તાહ બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.