એવું તે શું થયું કે, નિવૃત જવાને બંદુકના ભડાકે બે લોકોની હત્યા કરી

(એજન્સી) રાજકોટ, પોરબંદર શહેરમાં એક જ સમુદાયના બે જૂથો વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, જૂથ અથડામણમાં એક્સ આર્મીમેને લાઈસન્સવાળી રિવોલ્વરથી ગોળીબાર કરતા બે લોકોના મોત થયા હતા જ્યારે અન્ય બે લોકો ઘાયલ થયા હતા.
પોલીસે જણાવ્યું હતું કે, ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી મ્યુનિસિપાલિટી ચૂંટણીને લઈને એક જ મેર સમુદાયના બે જૂથોએ એકબીજા સામે જૂની અદાવત રાખીને તલવારો અને બેઝબોલ બેટ સહિતના તીક્ષ્ણ હથિયારો વડે એકબીજા પર હુમલો કર્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સ્થાનિક ભાજપ કાઉન્સિલર ભીમા ઓડેદરા અને તેમના પુત્ર નિલેશ સહિત ૧૧ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે રાત્રે થયેલી અથડામણ તે વિસ્તારમાં વર્ચસ્વને લઈને થઈ હતી. બંને જૂથના સભ્યો છેલ્લી પાલિકાની ચૂંટણી પણ હરીફ તરીકે લડ્યા હતા. આ બધું એકબીજાના ક્ષેત્રોમાં પ્રવેશ અંગેના ઝઘડાથી શરૂ થયું હતું.
બંને જૂથના ૧૮-૨૦ જેટલા લોકો વીર ભાનુની ખાંભી નામના વિસ્તારમાં ધસી આવ્યા હતા અને એકબીજાની કાર ઈરાદાપૂર્વક અથડાઈ હતી.
બંને જૂથના કેટલાક સભ્યોના વાહનો અથડાયા બાદ હરીફ જૂથના સભ્યોએ ગાળો અને હવામાં ફાયરિંગ શરૂ કર્યું હતું. તેઓએ એકબીજા પર લાકડીઓ, બેઝબોલ પાઈપ, તલવારો અને અન્ય હથિયારો વડે હુમલો કર્યો, જ્યારે અરભમ ઓડેદરાએ, ભૂતપૂર્વ આર્મીમેન અને આ ઘટનાના મુખ્ય આરોપીએ લાયસન્સવાળી રિવોલ્વરમાંથી અચાનક ભડાકા કર્યા હતા.