ગુજરાતમાં વકરતા કોરોના વચ્ચે કોર્ટો પ્રત્યક્ષ ચાલુ કરવા ગુજરાત બાર કાઉન્સિલની રજૂઆત છે, પરંતુ…

… વકરતા કોરોના વચ્ચે મુદ્દાસર એક્શન પ્લાન ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદકુમાર સમક્ષ રજૂ કરવામાં વિલંબ કેમ?!
સુપ્રીમકોર્ટના ૪ ન્યાયાધીશો કોરોના સંક્રમિત થયા છે! ગુજરાતમાં કોર્ટનો સ્ટાફ કોરોના સંક્રમિત થયાના અહેવાલો છે! ત્યારે એક્શન પ્લાન સાથે ચીફ જસ્ટીસ અરવિંદકુમાર સાથે વિચાર વિમર્શ કોણ કરશે?!
તસવીર ગુજરાત હાઇકોર્ટની છે જ્યારે ઈનસેટ તસવીર ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ અરવિંદકુમાર ની છે ગુજરાત હાઇકોર્ટમાં અને નીચલી અદાલતોનો સ્ટાફને કોરોના થતા અને તેની અસર ન્યાયાધીશો સુધી જણાતા આખરે જસ્ટીસ અરવિંદકુમારે હાલ પૂરતી પ્રત્યક્ષ સુનવણી પર રોક લગાવી છે! પરંતુ એનો અર્થ એવો પણ નથી કે અદાલત ના દરવાજે તાળા વાગી ગયા છે! ઓનલાઈન સુનાવણી તો ચાલુ જ છે!
આ માટે ગુજરાત બાર કાઉન્સિલ મોડી મોડી મીટીંગ રાખી પરંતુ અહીંયા ગુજરાત બાર કાઉન્સિલના સભ્યો એ એ પણ વિચારવું પડશે કે અત્યાર સુધીમાં કેટલા વકીલોના કોરોનાથી અવસાન થયા અને અત્યારે કોરોના વકરેલ છે એવા સંજાેગોમાં વકીલોના જાન વકીલાત ને નામે જાેખમમાં ન આવી જાય એવા રસ્તા કાઢવાની જરૂર છે!
કારણ કે સરકારો મોલ ચાલુ રાખે, લગ્નોત્સવ ચાલુ રાખે, ઓફિસ ચાલવા દે તેથી ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ અરવિંદકુમાર એ ભૂલ કરવી એવું ઉદાહરણ આપી શકાય નહીં! પરંતુ એના બદલે અર્જન્ટ કેસો ઓછી સંખ્યામાં કેવી રીતે ચલાવવા અને એ મુજબ બોર્ડ કઈ રીતે બનાવવુ એવી પદ્ધતિસરની નીતિ સાથે ચીફ જસ્ટીસ અરવિંદકુમાર સાથે ઓનલાઇન વિચાર-વિમર્શ થાય તો જ કોર્ટો પ્રત્યક્ષ ચાલુ કરવાનો રસ્તો નીકળી શકે!
સુપ્રીમકોર્ટના ૪ ન્યાયાધીશો કોરોના સંક્રમિત થયા છે ત્યારે બુદ્ધિગમ્ય એક્શન પ્લાન રજૂ કરવો પડે ફક્ત રજૂઆત કરવાથી થી પ્રશ્ન ઉકેલાશે ખરા ? કદાચ અખબાર માં નિવેદન આપી પ્રસિદ્ધિ વકીલો સુધી પહોચાડ્યા નો સંતોષ મેળવી શકાય પણ અહિયાં પ્રત્યેક્ષ વકીલાત કઈ રીતે શરૂ કરાવવી એ અગત્યનું છે! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)
સરકાર વ્યક્તિઓથી નહીં કાયદાઓથી ચાલવી જાેઈએ – જ્હોન એડમ્સ
અમેરિકાના પ્રમુખ જ્હોન એડમસે કહ્યું છે કે ‘‘સરકાર વ્યક્તિઓથી નહીં કાયદાઓથી ચાલતી હોવી જાેઇએ”!! જ્યારે બ્રિટિશ વડાપ્રધાન વુડ્રો વિલ્સને કહ્યું છે કે ‘‘મજબૂત સરકાર નો પાયો દયા નહીં ન્યાય છે”!! ગુજરાતમાં સરકાર વકરેલા કોરોના વચ્ચે મોલ ચાલુ રાખે છે, ઓફિસ ચાલુ છે પણ એ સરકારનો ર્નિણય છે અને નેતાઓ અને રેલીઓ પણ કરી ચૂક્યા છે અને અત્યારે પુર બહારમાં કોરોના સંક્રમણ ચાલુ છે
ત્યારે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ અરવિંદકુમાર અદાલતો પ્રત્યક્ષ રીતે ચાલુ કરવા સમર્થ થશે કે નહીં એ વિચારવાનો મુદ્દો છે કારણ કે સરકાર જે ભૂલો કરે એ ભૂલ ન્યાયાધીશોએ શા માટે કરવી જાેઈએ?! તો બીજી તરફ અનેક પેન્ડિંગ કેસ ઓનલાઇન ચાલે છે તેનાથી ઘણા વકીલોને વ્યવસાયિક મુશ્કેલી પણ પડે છે
પરંતુ ‘સાપ મરે નહીં અને લાઠી ભાંગે નહીં’ એવો રસ્તો કાઢવા માટે હાઇકોર્ટના ચીફ જસ્ટીસ અરવિંદકુમાર સાથે ઓનલાઇન ચર્ચા કરવી જાેઈએ અને ગુજરાત બાર કાઉન્સિલના સભ્યો ને અંગ્રેજીમાં રજૂઆત કરતાં કદાચ કોઈ મુશ્કેલી હોય તો યોગ્ય વ્યક્તિની નિયુક્તિ કરવી જાેઈએ!