Western Times News

Gujarati News

ધર્મ સાંસદમાં કહેવાયું કે ‘પુસ્તકો છોડો શસ્ત્રો ઉઠાવો’: સુપ્રીમ કોર્ટે ગંભીર નોંધ લઈ નોટીસ ફટકારી

‘આ દુનિયામાં પહેલું વહેલું લોહી રેડાયું હોય તો તે ધર્મને નામે’

જ્હોન વેબસ્ટર નામના વિચારકે કહ્યું છે કે ‘‘આ દુનિયામાં પહેલું વહેલું લોહી રેડાયું તે ધર્મને નામે”!! જ્યારે બ્રિટિશ તત્વચિંતક જ્હોન સ્ટુઅર્ટ મિલે કહ્યું છે કે ‘‘જે વાત બીજી કોઈ રીતે માણસને ગળે ના ઉતારી શકાય તે ઉતારવા માટે ધર્મની મદદ લેવાય છે”!!

આજે ભારતના ફક્ત સત્તા માટે ઝઝૂમતા નેતાઓ ચૂંટણી આવે મતોનું ધ્રુવીકરણ કરવા માટે ધર્મસાંસદ યોજવામાં આવતી હોવાનું મનાય છે અને ‘સત્યમેવ જયતે’ બદલે ‘શસ્ત્રમેવ જયતે’ તેવી રણનિતી ઘડાઇ છે! અને ચોંકાવનારી બાબત એ છે કે મુસ્લિમ નેતા ઓવેસી ને કટર ભાષણો કરવા માટે રોકવામાં આવે છે

જેથી રાજકીય મતોના ધ્રુવીકરણ ને વેગ મળે! પરંતુ રસપ્રદ અને મહત્વની બાબત એ છે કે ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ એન.વી.રમના ,જસ્ટીસ સૂર્યકાંત અને જસ્ટીસ શ્રીમતી હીમાબેન કોહલીની બેન્ચે ઉતરાખંડ સરકારને કારણદર્શક નોટિસ ફટકારી જવાબ માગ્યો છે કે સરકારે ઉગ્રવાદી ભાષણો સામે શું કાર્યવાહી કરી?!

ધર્મ સાંસદમાં કહેવાયું કે ‘પુસ્તકો છોડો શસ્ત્રો ઉઠાવો’ આ પ્રકારના ભાષણોની ગંભીર નોંધ લઇ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ એન વી.રમનાએ જવાબદારોને નોટીસ ફટકારતા ચોંકાવનારી હકીકત બહાર આવવાની સંભાવના!

તસવીર ભારતની સુપ્રીમ કોર્ટની છે જ્યારે ઈનસેટ તસવીર કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમના , જસ્ટીસ સૂર્યકાંત અને જસ્ટીસ શ્રીમતી હીમાબેન કોહલીની છે સુપ્રીમકોર્ટના વિખ્યાત વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં એક પીઆઇએલ દાખલ કરી

કારણ કે ચોંકાવનારી બાબત એ છે કે ‘હરિદ્વાર’ અને ‘દિલ્હી’માં યોજાયેલી ધર્મ સાંસદના નેતાઓએ મંચ પરથી હાથમાં શસ્ત્રો ઉઠાવવા લોકોને ઉશ્કેર્યા હતા આ હકીકત જાણી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ એન.વી.રમનાની ખંડપીઠે કારણ દર્શક નોટિસ જેતે સરકારને ફટકારી છે! આવી કથિત ધર્મસાંસદોને નામે દેશભરમાં રાજકીય નેતાઓના મતોના ધ્રુવીકરણ નો હેતુ હોવાનો કેટલાક પ્રગતિશીલ નાગરિકોને વધુ જણાય છે!

ધર્મ સાંસદમાં ધર્મગુરુઓએ કહ્યું ‘પુસ્તકો છોડો હથિયાર ઉઠાવો’ આ બાબત સુપ્રીમકોર્ટ હળવાશથી લેવા માગતી નથી! ભારતની સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ગજેન્દ્ર ગડકરે કહ્યું છે કે ‘રાજ્ય કોઈપણ એકાદ ધર્મ પ્રત્યે ધર્મ તરીકે વફાદારી દાખવતું ન હતું અને તે અધાર્મિક અને ધર્મ વિરોધી પણ ન હતું’!

કારણ કે ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે ત્યારે તેમાં પોતાનો કર્તવ્ય ભૂલી શસ્ત્રો ઉઠાવવાની વાત કરે છે તેનો અભ્યાસ ઝીણવટપૂર્વક કરવાનો સમય આવ્યો છે! સત્તા માટે નેતાઓ ભગવાકરણ નું રાજકીય કરણ તો નથી કરી રહ્યા ને?! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.