પોલીસ પોકેમોન રમતી રહી લૂંટારુઓ ઘર લૂંટીને ફરાર

નવી દિલ્લી, જાે તમને એવું લાગે છે કે આપણા જ દેશની પોલીસ ઘટના ઘટ્યા પછી સ્થળ પર પહોંચે છે, તો તમે આ સમાચાર વાંચ્યા પછી તમારું વલણ બદલી નાખશો. યુનાઇટેડ સ્ટેટ્સમાં કેલિફોર્નિયામાં પોલીસે લૂંટના કોલની અવગણના કરી હતી અને મોબાઇલ ગેમ રમવમાં વ્યસ્ત થઈ ગયા હતા.
રાત્રે વર્ચ્યુઅલ શેતાનને પકડવાના ચક્કરમાં તેઓએ વાસ્તવિક લૂંટારુઓ પર પણ ધ્યાન પણ આપ્યું ન હતું. જાે કે પોકેમોન ગોની દિવાનગી વિશે કોઈને કંઈ કહેવાની જરૂર નથી. આ રમતે ખબર નહિ કેટલાને ક્યાંથી ક્યાં સુધી પહોંચાડી દીઘા. કેટલાક લોકોનો જીવ પણ આ શેતાની રમતે લીઘો હતો.
કેલિફોર્નિયાની લોસ એન્જલસ પોલીસને પણ આ રમતની લત લાગી હતી, તેથી તેમને અસલી લૂંટારુઓને જાેવું પણ યોગ્ય લાગતું ન હતું અને પોકેમોનની પાછળ દોડતા રહ્યા હતા. આ ઘટના ૫ વર્ષ પહેલા એપ્રિલ ૨૦૧૭માં બની હતી. નાઇટ પેટ્રોલિંગ પર ગયેલા લોસ એન્જલસ પોલીસ ડિપાર્ટમેન્ટના બે અધિકારીઓ પર લૂંટની ઘટના માટે મળેલા કોલની અવગણના કરવાનો અને મોબાઇલ પર પોકેમોન ગો રમવાનો આરોપ છે.
તેને લૂંટના અનેક શકમંદો વિશે જાણ કરવામાં આવી હતી, પરંતુ તે તેની ફરજ છોડીને પોકેમોનની પાછળ દોડ્યો હતો. વીડિયો સિસ્ટમમાં લોજૈનો અને મિશેલ બંને પોકેમોનની પાછળ વાહન ચલાવતા જાેવા મળ્યા હતા. આ ઘટના બાદ તેમણે પોતાનો ખુલાસો કોર્ટને આપવો પડ્યો હતો.
નોકરીની ફરજ દરમિયાન ગેમ રમવાનો કેસ કેલિફોર્નિયા કોર્ટમાં સુઘી પહોંચ્યો હતો. અરજદારે અહીંની કોર્ટને જણાવ્યું હતું કે કાર બંધ થયા બાદ બંને અધિકારીઓ ગેમ વિશે વાત કરતા સંભળાયા હતા અને તેઓ પોકેમોનને પકડવા માટે કેવી રીતે સંઘર્ષ કરી રહ્યા હતા.
આ દરમિયાન જ્યારે તેમને અસલી લૂંટારુઓને પકડવાનું કહેવામાં આવ્યું ત્યારે તેઓએ તેની અવગણના કરી. તે રાત્રે તેઓએ ૨ વર્ચ્યુઅલ પોકેમોન પણ પકડ્યા હતા, પરંતુ લૂંટારુઓની પાછળ દોડવાની તસ્દી લીધી ન હતી. આ સમયે બંને અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા છે.SSS