Western Times News

Gujarati News

સ્વિમિંગ કરતી વ્યક્તિનો કાન જ બંધ થઈ ગયો

નવી દિલ્લી, અનેક લોકોને સ્વિમિંગનો શોખ હોય છે આથી તેઓ અવારનવાર સ્વિમિંગ પૂલમાં પણ જતા હોય છે. પરંતુ હાલમાં જ ગ્રીનપીસથી એક એવો અજીબોગરીબ મામલો સામે આવ્યો કે જ્યાં સ્વિમિંગ કર્યા બાદ એક વ્યક્તિનો કાન જ બંધ થઈ ગયો. શરૂઆતમાં તો વ્યક્તિને લાગ્યું કે કદાચ સ્વિમિંગ કરતી વખતેતેના કાનમાં પાણી જતું રહ્યું હશે.

પરંતુ બાદમાં જ્યારે અસલ કારણ જાણવા મળ્યું તો તે ચોંકી ગયો. સીએનએનમાં છપાયેલા એક ખબર મુજબ જેન વેડિંગ નામનો એક વ્યક્તિ ન્યૂઝીલેન્ડથી ગ્રીનપીસમાં કામ કરવા માટે ગયો હતો. એક દિવસ જ્યારે તે સ્વિમિંગ કરી રહ્યો હતો ત્યારે તેને લાગ્યું કે તેના કાનમાં કઈક જતું રહ્યું છે જેના કારણે તે બંધ થઈ ગયો છે.

શરૂઆતમાં તો વ્યક્તિએ તેને ઈગ્નોર કર્યું પરંતુ જ્યારે કાનમાં દુખાવો થવા લાગ્યો તો તે ડોક્ટર પાસે ગયો જ્યાં તેને ખબર પડી કે તેના કાનમાં તો વંદો ઘૂસી ગયો છે. જેને જણાવ્યું કે સ્વિમિંગ બાદથી જ તેના કાનમાં કઈક અજીબ ફીલ થયું પરંતુ તેણે તેને ઈગ્નોર કર્યું અને જઈને સૂઈ ગયો. જ્યારે તે સૂઈને ઉઠ્‌યો તો પણ તેનો કાન તો બ્લોક જ રહ્યો.

બીજા દિવસે તે એક ક્લિનિકમાં ગયો અને કાનમાં સિરિંજ લગાવડાવી. તેને એન્ટીબાયોટિક્સ આપવામાં આવી અને માથાના કિનારાને બ્લો ડ્રાય કરવાનું કહેવાયું. જેનને કહેવામાં આવ્યું કે જાે ત્યારપછી પણ તેને હલચલ મહેસૂસ થાય તો તે પાછો આવે. જાે કે ઘરે જઈને જેનને વધુ સમસ્યા નડી અને તે આખી રાત ઊંઘી પણ ન શક્યો.

તેણે જણાવ્યું કે તેને વારંવાર ચક્કર આવી રહ્યા હતા. જ્યારે તે સૂઈ જતોતો કાનના પડદાની ચારેબાજુ પાણી જેવું મહેસૂસ થતું હતું. તેણે આરામ મેળવવાની ખુબ કોશિશ કરી. જેને કહ્યું કે તેણે ઈયર કેન્ડલ્સ, ચ્યુઈંગમ અને એક પગ પર કૂદવા જેવી દરેક કોશિશ કરી જેથી કરીને તેને આરામ મળી શકે. બીજા દિવસે તે ડોક્ટર પાસે પહોંચ્યો તો તેના કાનનું ચેકઅપ થયું. ડોક્ટરે જણાવ્યું કે તેના કાનમાં કીડો છે. ત્યારબાદ ડોક્ટરે તેના કાનમાંથી એક વંદો બહાર કાઢ્યો. જેને જાેઈને તે સ્તબ્ધ થઈ ગયો. આ વંદાની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.