હોન્ડા 2વ્હીલર ઇન્ડિયાની બ્રાન્ડ શાઇને 1 કરોડ ગ્રાહકોનું સીમાચિહ્ન પાર કર્યો
પ્રતિષ્ઠિત સીમાચિહ્ન સર કરનારી પ્રથમ 125સીસી મોટરસાયકલ બ્રાન્ડ બની
નવી દિલ્હી, 125સીસી સેગમેન્ટમાં પોતાની લીડરશિપની ઉજવણી કરવા હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડએ આજે જાહેરાત કરી હતી કે, હોન્ડાના શાઇને ભારતમાં 1 કરોડ ગ્રાહકોની પ્રતિષ્ઠિત સીમાચિહ્નરૂપ સફળતા હાંસલ કરી છે.
પોતાની સતત વધતી માગને પૂર્ણ કરવા બ્રાન્ડ શાઇને 50 ટકાથી વધારે બજારહિસ્સા સાથે ટોચની પોઝિશન જાળવી રાખી છે. 125સીસી સેગમેન્ટમાં વર્ષ-દર-વર્ષ 29 ટકાની વૃદ્ધિ (સિઆમના જણાવ્યા મુજબ વર્ષમાં અત્યાર સુધી) સાથે ગ્રાહકોની નિર્વિવાદ નંબર 1 ચોઇસ સાથે બ્રાન્ડ શાઇન હવે 1 કરોડ ગ્રાહકોનું સીમાચિહ્ન સર કરનાર પ્રથમ 125સીસી મોટરસાયકલ બ્રાન્ડ બની ગઈ છે.
આ સીમાચિહ્નરૂપ સફળતા પર હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર, પ્રેસિડન્ટ અને સીઇઓ શ્રી આત્સુશી ઓગાતાએ કહ્યું હતું કે, “અમે વર્ષોથી શાઇનને પ્રાપ્ત થયેલા જબરદસ્ત પ્રતિસાદથી ખુશ છીએ. વર્ષ 2022માં ભારતે રોમાંચક શાઇન સાથે પ્રવેશ કરતાં અમે નવા પડકારો ઝીલવા કટિબદ્ધ રહીશું
અને શ્રેષ્ઠ ઉત્પાદનો સાથે અમારા વફાદાર ગ્રાહકોને ખુશ કરવાનું જાળવી રાખીશું. એચએમએસઆઇ પરિવાર તરફથી હું બ્રાન્ડ શાઇનમાં પોતાનો કિંમતી વિશ્વાસ વ્યક્ત કરનાર અમારા ગ્રાહકોનો આભાર માનીશ.”
આ સીમાચિહ્નરૂપ સફળતા પર હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સેલ્સ એન્ડ માર્કેટિંગના ડિરેક્ટર શ્રી યાદવિન્દર સિંહ ગુલેરિયાએ કહ્યું હતું કે, “અમે શાઇનના લાખો યુઝર્સ પાસેથી પ્રાપ્ત પ્રેમ અને વિશ્વાસ બદલ ગર્વ અને આભારની લાગણી અનુભવીએ છીએ.
દોઢ દાયકાથી વધારે સમયગાળામાં બ્રાન્ડ શાઇન રાઇડરની ઘણી પેઢી માટે સાચી સાથીદાર રહી છે, જેણે એને ભારતના તમામ વિસ્તારોમાં સૌથી વધુ લોકપ્રિય અને ઘરેઘરે જાણીતી બ્રાન્ડ બનાવી છે. શાઇને ખરાં અર્થમાં 125સીસી સેગમેન્ટમાં વિશ્વસનિયતા અને નોંધપાત્ર ગુણવત્તાના ધારાધોરણો જાળવી રાખ્યાં છે, જેના પર ગર્વ છે.
અમે દ્રઢપણે માનીએ છીએ કે, ગ્રાહકની વફાદારી રોમાંચક ઉત્પાદન તેમજ વિશિષ્ટ આફ્ટર સેલ્સ સર્વિસનું પરિણામ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમે ઉત્કૃષ્ટતા સાથે અમારા ગ્રાહકોની સેવા આપીશું.”