Western Times News

Gujarati News

રિપબ્લિક-ડે પરેડમાં ૫૦૦૦ જેટલા લોકોને એન્ટ્રી અપાશે, ૧૯ હજાર ગેસ્ટ હશે

નવીદિલ્હી, આ વખતે રિપબ્લિક-ડે પરેડ પ્રથમ વખત સવારે ૧૦ વાગ્યાની જગ્યાએ અડધો કલાક મોડી એટલે કે ૧૦.૩૦ વાગ્યાથી શરૂ થશે. રક્ષા મંત્રાલયે આ ર્નિણય દિલ્હીમાં ૨૬ જાન્યુઆરીએ ધુમ્મસ રહેવાની આગાહીને પગલે લીધો છે. આ વખતે માત્ર ૫૦૦૦ લોકો જ ટિકિટ લઈને રાજપથ પર પરેડ જાેઈ શકશે.

રિપબ્લિક-ડે પરેડમાં સતત બીજા વર્ષે કોઈપણ વિદેશી ચીફ ગેસ્ટને પણ ઈન્વિટેશન મોકલવામાં આવ્યું નથી. પહેલાં ૫ દેશના રાષ્ટ્ર અધ્યક્ષોને ગણતંત્ર દિવસની પરેડમાં અતિથિ તરીકે બોલાવવાની તૈયારી હતી.

દેશમાં કોરોના વાઈરસની ત્રીજી લહેરને જાેતાં માત્ર ૨૪૦૦૦ લોકોને જ પરેડ જાેવા માટે રાજપથ આવવાની પરવાનગી મળશે. એમાં ૧૯,૦૦૦ લોકો આમંત્રણ દ્વારા આવનારા લોકો હશે, જ્યારે સામાન્ય માણસોમાંથી માત્ર ૫,૦૦૦ને એન્ટ્રી આપવામાં આવશે.

આ ૫૦૦૦ લોકોએ પરેડ જાેવા માટે ટિકિટ ખરીદવી પડશે.ગત વર્ષે પણ કોરોના વાઈરસને કારણે માત્ર ૨૫,૦૦૦ લોકોને જ રાજપથ પર એન્ટ્રી આપવામાં આવી હતી. જ્યારે ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ની પરેડને જાેવા માટે રાજપથ પર લગભગ ૧.૨૫ લાખ લોકો પહોંચ્યા હતા.

રિપોર્ટના જણાવ્યા મુજબ, સતત બીજા વર્ષે કોઈ વિદેશી ચીફ ગેસ્ટને ઈન્વિટેશન મોકલવામાં આવ્યાં નથી. અગાઉ નક્કી કરાયેલા ૫ દેશના રાષ્ટ્ર અધ્યક્ષોને પણ હવે બોલાવવામાં આવશે નહિ. આ દેશોમાં કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તુર્કમેનિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝ્‌બેકિસ્તાન સામેલ છે.

આ દેશોમાં પણ કોરોનાની સ્થિત વધુ સારી નથી. જાેકે રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે હાલ વિદેશ મંત્રાલય તરફથી આ દેશોને ઈન્વિટેશન ન મોકલવા અંગેની વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.

રિપબ્લિક-ડેને પગલે સુરક્ષા-વ્યવસ્થાને વધુ કડક બનાવવામાં આવી છે. એના માટે સુરક્ષાદળ સતત મોકડ્રિલ કરી રહ્યા છે.રક્ષા મંત્રાલયના એક અધિકારીએ કહ્યું હતું કે રાજપથ પર ૧૦ વિશાળ એલઇડી સ્ક્રીન લગાવવામાં આવી રહી છે. એમાંથી ૫ એક તરફ હશે, જ્યારે અન્ય ૫ બીજી તરફ હશે. આ સ્ક્રીન પર પરેડ શરૂ થતાં પહેલાં અગાઉની રિપબ્લિક-ડેની પરેડના ફૂટેજ અને સેનાની ત્રીજી વિંગ્સની શોર્ટ ફિલ્મ્સ બતાવવામાં આવશે. પરેડ શરૂ થયા પછી આ સ્ક્રીન પર એનું લાઈવ ટેલિકાસ્ટ થશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.