Western Times News

Gujarati News

રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગનો કાર્યકાળ ૩ વર્ષ સુધી લંબાવવામાં આવ્યો

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આજે કેટલાક મહત્વના ર્નિણયોને મંજૂરી આપવામાં આવી હતી. બેઠકમાં લેવાયેલા ર્નિણયોની માહિતી આપતાં કેબિનેટ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યુ હતુ કે કેબિનેટે રિન્યુએબલ એનર્જી સેક્ટરના વિકાસ માટે ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ રૂ. ૧૫૦૦ કરોડની ઇક્વિટી ઇન્ફ્યુઝનને મંજૂરી આપી છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અમારી સરકારે રિન્યુએબલ એનર્જી પર ઘણું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ૫૦૦ ગીગાવોટનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે અને અમે તે દિશામાં આગળ વધી રહ્યા છીએ. અમે નિર્ધારિત ટાર્ગેટ સમય પહેલા પૂરો કર્યો છે. રિન્યુએબલ એનર્જીની વીજ ઉત્પાદન ક્ષમતા વધારવાની સાથે તેની ફાઇનાન્સ ક્ષમતા વધારવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.

આ બેઠકમાં પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પર ચર્ચા તેમજ કોરોના સંક્રમણને લઈને લેવાયેલા પગલાંની પણ ચર્ચા થઈ હતી.આજે મળેલી કેબિનેટની બેઠકમાં ‘નેશનલ કમિશન ફોર સફાઈ કર્મચારી’નો કાર્યકાળ ૧ એપ્રિલ, ૨૦૨૨થી આગામી ૩ વર્ષ માટે લંબાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. હવે તેમનો કાર્યકાળ ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી રહેશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કોરોના મહામારી દરમિયાન બિઝનેસ અને વ્યક્તિગત ઉધાર લેનારા બંને પર લોનનો બોજાે વધ્યો હતો. તેને જાેતા સરકારે નાના દેવાદારોને ૬ મહિના માટે લોનની ચુકવણી પર મોરેટોરિયમ રાહત આપવામાં આવી હતી. પાછળથી મોરેટોરિયમ સમયગાળામાં ચક્રવૃદ્ધિ વ્યાજનો બોજ ન આવે તે માટે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેના તફાવતની સમાન રાહત રકમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

તેથી, ધિરાણ સંસ્થાઓને ચૂકવણી કરવા માટે વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં રૂ. ૫,૫૦૦ કરોડની જાેગવાઈ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ આવા એમ.એસ.એમ.ઈ લોન, એજ્યુકેશન લોન, હાઉસિંગ લોન, કન્ઝ્‌યુમર ડ્યુરેબલ્સ લોન, ક્રેડિટ કાર્ડ લેણાં, ઓટો લોન, પર્સનલ લોન, પ્રોફેશનલ અને કન્ઝમ્પશન લોન આવરી લેવામાં આવી હતી. જે  NPS ન હતી. અને જેની બાકી રકમ રૂ.૨ કરોડની મર્યાદામાં જ હતી.

એસબીઆઇને તેમના દાવાઓનું સમાધાન કરવા માટે ૩૦ નવેમ્બર, ૨૦૨૧ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જીમ્ૈં એ વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં ફાળવેલા ૫૫૦૦ કરોડ રૂપિયામાંથી ૪૪૨૬ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. આ સિવાય જીમ્ૈં પાસે ૧૮૪૬ કરોડ રૂપિયાના ક્લેમ મળ્યા છે. બાકીના દાવાની ચુકવણી માટે ૯૭૩ કરોડ ૭૪ લાખ મંજૂર કરવામાં આવ્યા છે.

દેશની કુલ વીજળીનું ૭૦% ઉત્પાદન કોલસામાંથી થાય છે. પરંતુ કોલસાનો ભંડાર મર્યાદિત છે. એટલા માટે સરકાર દેશમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માંગે છે. હવે સરકારે તેના બીજા તબક્કાને મંજૂરી આપી દીધી છે.આ ઉપરાંત ભારત અને નેપાળ વચ્ચે મહાકાલી નદી પર ધારચુલા (ઉત્તરાખંડ) ખાતે પુલ બનાવવાની પણ મંજૂરી આપવામાં આવી હતી. તેનાથી ઉત્તરાખંડ તેમજ નેપાળમાં રહેતા લોકોને પણ ફાયદો થશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.