Western Times News

Gujarati News

મનોહારી ગોલ્ડ ટી ૯૯૯૯૯ રૂપિયા પ્રતિ કિલોગ્રામમાં વેચાઈ

નવી દિલ્હી, ઘણાં લોકો ચા ના ખુબ શોખીન હોય છે. અને એમને થોડા ઘણાં સમયાંતરે મૂડ ફ્રેશ કરવા માટે ચાની ચુસ્કી મારવાની આદત હોય છે. પણ કેટલાંક એવા પણ શોખીનો છે જે દુનિયાની સૌથી મોંઘી ચા પીવે છે. આપણે આત કરીશું એવા ચાના શોખીનોની જે સોના કરતા પણ મોંઘી ચા પીવે છે.

મનોહારી ગોલ્ડ ટીનું ઉત્પાદન અસમના દિબ્રૂગઢમાં કરવામાં આવે છે. ય્છ્‌ઝ્રનું માનીએ તો તે ભારતમાં સૌથી વધારે કિંમત પર હરાજી થનારી ચાની પત્તી છે. ગુવાહાટી ઓક્શન બાયર્સ એસોસિયેશનના સચિવ દિનેશ બિહાનીએ જણાવ્યું હતું કે મનોહારી ગોલ્ડ ટી હરાજીમાં ૯૯,૯૯૯ રૂપિયા પ્રતિ કિલોગ્રામમાં વેચાઈ છે.

તેમણે કહ્યું કે આ એક દુર્લભ પ્રકારની ચા છે. એક કિલો ચાની પત્તી ૯૯,૯૯૯ રૂપિયામાં વેચાઈ છે. તમે વિચારી રહ્યા હશો કે આખરે આ ચાની કઈ પત્તી છે. જે આટલી મોંઘી વેચાઈ છે. હકીકતમાં ગુવાહાટી ચા ટ્રેડ સેન્ટરમાં એક કિલો ગોલ્ડન બટરફ્લાય ચા રેકોર્ડબ્રેક ૯૯,૯૯૯ રૂપિયામાં વેચાઈ છે. તે ચાની બ્રાન્ડિંગ મનોહારી ગોલ્ડના રૂપમાં કરવામાં આવી છે.

મનોહારી ગોલ્ડ ટીએ મંગળવારે ગુવાહાટી ટી ઓક્શન પહેલાં જ પોતાનો રેકોર્ડ તોડી ઈતિહાસ રચી દીધો છે. ગયા વર્ષ ૭૫,૦૦૦ રૂપિયામાં એક કિલો ચા વેચાઈ હતી. દિબ્રૂગઢ જિલ્લાની આ ચાને ગુવાહાટીમાં રહેતા વેપારી સૌરભ ટી ટ્રેડર્સ દ્વારા ખરીદવામાં આવી. જેમણે એક કિલો ચાની રેકોર્ડબ્રેક ૯૯,૯૯૯ રૂપિયાની બોલી લગાવી હતી. ચાને ખરીદનારા સૌરભ ટી ટ્રેડર્સના સીઈઓ એમએલ માહેશ્વરીએ કહ્યું કે મનોહારી ગોલ્ડ ટી ચાની ડિમાન્ડ ઘણી વધારે છે.

અને તેનું ઉત્પાદન બહુ ઓછું છે. આ વર્ષે મનોહારી ટી એસ્ટેટ દ્વારા માત્ર એક કિલો ચાની પત્તીની હરાજી કરવામાં આવી. અમે આ ચાને ખરીદવા માટે લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા. બગીચાના માલિકને અમે ખાનગી રીતે તેને વેચવાનો ઈનકાર કરી દીધો હતો. જેના પછી અમે હરાદી દરમિયાન તેની ખરીદી કરી.

તમારે એ જાણવું જરૂરી છે કે ૨૦૧૮માં આ બ્રાન્ડ ચાની એક કિલો ચા ૩૯,૦૦૦ રૂપિયામાં વેચાઈ હતી. તેને પણ સૌરભ ટી ટ્રેડર્સ જ ખરીદી હતી. એક વર્ષ પછી એટલે કે ૨૦૧૯માં પણ આ જ કંપનીએ તેને ૫૦,૦૦૦ રૂપિયામાં ખરીદી હતી. પરંતુ ગયા વર્ષે એટલે કે ૨૦૨૦માં એક કિલોની કિંમત ૭૫,૦૦૦ રૂપિયા હતી. અને તેને વિષ્ણુ ટી કંપનીએ ખરીદી હતી. જાેકે ૨૦૨૧માં સૌરભ ટી ટ્રેડર્સે બાજી મારતાં ૯૯,૯૯૯ રૂપિયાં એક કિલો ચાની ખરીદી કરી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.