મહેસાણા ખાતે જિલ્લા કક્ષાના ૭૩ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે

મહેસાણા, મહેસાણા જિલ્લા કક્ષાના ૭૩ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી મહેસાણા ઉંઝા હાઇવે ફ્રેન્ડ્રસ સ્પોર્ટસ ક્લબ ખાતે કરવામાં આવનાર છે. મહેસાણા જિલ્લા પ્રભારી અને સહકાર મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા ધ્વજ વંદન કરાવનાર છે. આ ઉજવણી ગરીમાપૂર્ણ રીતે થાય તે માટે જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ દ્વારા ઉજવણીની કામગીરીના ભાગ રૂપે વિવિધ સમિતીઓની રચના કરાઇ છે.
પ્રજાસત્તાક દિવસની ઉજવણીની તૈયારીઓમાં જિલ્લા વહીવટી તંત્ર તૈયારીઓ શરૂ કરાઇ છે.. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ગરિમામય વાતાવરણ અને સુચારુ વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે જુદી-જુદી ૧૭ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે.
આ સમિતિઓને સોંપાયેલ કામોની યોગ્ય વહેંચણી કરી લે જેથી તમામ વ્યવસ્થાઓ સમય મર્યાદામાં થઈ શકે સાથે જ એક સુચારૂ વ્યવસ્થા સમગ્ર ઉજવણી દરમિયાન જળવાઈ રહે તેવું આયોજન કરાયું છે.HS