ઓનલાઈન રિફન્ડના નામે ભરૂચના યુવક સાથે ૪૯ હજારની ઠગાઈ
ભરૂચ, ભરૂચના ભાડભૂત ગામે રહેતાં યુવાને એમેઝોન કંપની માંથી રોટી મેકર મશીન મંગાવી હતી.જાેકે તે મશીન બરાબર ન હોઈ તેને રિટર્ન કરવા કસ્ટમર કેરનો સંપર્ક કરી રિફન્ડ માટેની કવાયત કરતાં કસ્ટમર કેર માંથી તેમને ફોન પર વાતોમાં ભોળવી તેને એનીડેસ્ક એપ્લિકેશનના આધારે તેના ખાતા માંથી ૪૯ હજારની ઠગાઈ કરી હતી.
ભરૂચના ભાડભૂત ગામે કુંભાર ફળિયામાં રહેતો અને દહેજની ઇન્ડોફીલ કંપનીમાં રહેતો હિરેન મહેશ ભાટીયાએ એમેઝોન શોપિંગ એપ્લિકેશન પરથી ઓનલાઇન રોટી મેકર મંગાવી હતી.તેમનો સામાન આવતાં તેને ચકાસતાં તે બરાબર ચાલતું ન હોવાનું જણાતાં
તેમણે તે પરત કરવા માટે કસ્ટમર કેરના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતા કસ્ટમર કેરના સિનિયર ઓફિસરે તેને ફોન પર વાતોમાં ભોળવી એનીડેક્સ એપ્લિકેશન ડાઉન લોડ કરાવી તેના આધારે હિરેનનો મોબાઈલ હેક કરી તેના ખાતા માંથી તબક્કાવાર રીતે ૪૯ હજાર ઉપરાંતની રકમ ચાંઉ કરી લીધા હતા.
દરમ્યાનમાં તેને તેની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતાં તેણે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથધરી છે.*