Western Times News

Gujarati News

કપડવંજ રેલીયા ચેક પોસ્ટ ખાતેથી વિદેશી દારૂના જથ્થા સાથે ઈસમ ઝડપાયો

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ અધિક્ષક ખેડા – નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ અસરકારક પેટ્રોલીંગ કરી જીલ્લામાં દેશી / વિદેશી દારૂની અસામાજીક પ્રવૃત્તિને નેસ્તનાબુદ કરવા કરેલ સુચનાની અમલવારીના ભાગરૂપે ઇ.પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી.કુમાવત

એલ.સી.બી.ખેડા નડીયાદ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ ડી.બી.કુમાવત , અ.હેડકો મહેશભાઇ , કનકસિંહ , મહાવીરસિંહ , કેતનકુમાર ,રણજીતસિંહ વિગેરે પોલીસ માણસો સાથે કપડવંજ ડીવિઝન વિસ્તારમાં પ્રોહી ડ્રાઇવ અન્વયે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન અ.હેડ.કો. મહેશભાઇ તથા પો.કો.રણજીતસિંહ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે એક સફેદ કલરની હ્યુન્ડાઇ ક્રેટા ગાડી નંબર વગરની કપડવંજ રૂરલ પો.સ્ટે હદના સુણદા ગામની સીમ મોડાસા કપડવંજ રોડ રેલીયા ચેક પોસ્ટ ખાતે રોકી

તેમાં બેઠેલ ઇસમ લક્ષ્મણરામ મોતીરામ બલ્ડવાલ ( જાટ ) રહે સિનોદયા , તા – ફુલેરા જી જયપુર રાજસ્થાન નાઓને નંબર વગરની ક્રેટા ગાડી કિ.રૂ .૫,૦૦,૦૦૦ / – માં વિદેશી દારૂની કાચની બોટલો નાની મોટી બોટલો નંગ -૨૬૪ કિં.રૂ. ૧,૬૩,૨૦૦ / – , એક મોબાઇલ ફોન કિં.રૂ .૫૦૦૦ / – , રોકડા રૂ .૨૩૦૦ / – મળી કુલ્લે રૂ .૬,૭૦,૫૦૦ / – ના પોતાના કબ્જા ભોગવટાનો વગર પાસ પરમીટ નો મુદ્દામાલ સાથે મળી આવતા પકડી અટક કરી પકડાયેલ ઇસમ વિરુદ્ધમાં કપડવંજ રૂલર પો.સ્ટે . પ્રોહિ . ધારા હેઠળ હેડકો.મહેશભાઇ નાઓએ ફરીયાદ આપતા ગુનો રજી . કરવામાં આવેલ છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.