Western Times News

Gujarati News

OLX ઉપર ઘર વેચવાની બહાને રૂ.૨.૨૫ લાખની છેતરપીડી

મકાન વેચવાને બહાને યુવક પાસેથી બાના ખર્ચ પેટે રૂપિયા પડાવી લીધા

અમદાવાદ : ઓનલાઈ ચીજવસ્તુઓની ખરીદ વેચાણ (Online buy and sale website OLX) દિવસેને દિવસે વધી રહ્યુ છે જા કે આ સ્થિતિને લાભ લઈ કેટલાક ગઠીયા છેતરપીંડી આચરી રહ્યા છે ખાસ કરીને ઓલેક્સ વેબસાઈટ ઉપર ડિફેન્સના કર્મચારી (Defence Employee) તરીકેની ઓળખ આપીને અથવા અન્ય રીતે રૂપિયા તફડાવી લેવામા આવે છે.આવા જ એક કિસ્સામા એક યુવાનને મકાન ખરીદવા જતા રૂપિયા અઢી લાખ ખોવાનો વારો આવ્યો છે વસ્ત્રાપુરમાં (Vastrapur, Ahmedabad) આવેલુ મકાન ગમી ગયા બાદ માલિક અઢી લાખ બાના પેટે માગ્યા બાદ ગાયબ થઈ ગયો છે.

આ અંગે વિગત એવી છે કે રોહીત ધર્મેન્દ્રભાઈ કલાલ (Rohit Dharmendra Kalal, Naranpura, Trader) ૨૬ કરીયાણાના દુકાન ધરાવી વેપાર કરે છે અને નારણપુરા ખાતે રહે છે હાલનુ ઘર ભાડાનું હોઈ રોહીતભાઈ પોતાની માટે ઘર શોધી રહ્યા હતા

દરમિયાન ઓનલાઈન ઓલેક્સની વેબસાઈટ પરની તેમની વલ્લભ ફલેટ વસ્ત્રાપુર (Vallabh Flat, Vastrapur)  ખાતેનુ એક મકાન ગમી જતા રોહિતભાઈએ મકાન માલિકનો સંપર્ક સાધ્યો હતો માલિક જીતેન્દ્રભાઈ (jitendrabhai) તેમને રુબરૂ બોલાવીને મકાન બતાવ્યુ હતુ જેના દસ્તાવેજાને પણ જીતેનદ્રભાઈને બતાવ્યા હતા.

મકાન રોહીતભાઈને ગમી જતા જીતેન્દ્રભાઈએ ચાલીસ લાખમા સોદો નક્કી કરી મકાનમાં કાગળનો બદલે બાના પેટે અઢી લાખ ચુકવી આપ્યા તા જા કે રૂપિયા અઢી લાખ મળતા જ જીતેન્દ્ર છુ થઈ ગયો હતો જ્યારે વકીલે દસ્તાવેજા બે કાગળ ખૂટતા હોવાનુ જણાવતા રોહીતભાઈએ જીતેન્દ્ર્‌ને સંપર્ક સાધ્યો હતો જાે કે તે મળી ન આવતાં પોતે છેતરાઈ ગયાનો અહેસાસ થતો રોહીતભાઈએ વસ્ત્રાપુર  પોલીસે સ્ટેશનમાં Vastrapur Police Station, Ahmedabad ફરીયાદ નોધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.