Western Times News

Gujarati News

વટવા વિધાનસભામાં વિકાસની વણથંભી વણઝાર !

વસ્ત્રાલમાં ઓડીટોરીયમ, ઓલમ્પીક કક્ષાના સ્વીમીંગ પુલ અને સ્પોર્ટસ સંકુલનું આયોજન

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ : અમદાવાદ શહેરમાં વિકાસની ગતિ ભલે મંદ પડી ગઈ હોય પરંતુ વટવા વિધાનસભામાં વિકાસ હરણફાળ ભરી રહયો છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના મતક્ષેત્ર વટવા વિધાનસભાના વસ્ત્રાલ  વોર્ડમાં વિકાસની વણથંભી વણઝાર જાવા મળે છે. જેના માટે ગૃહમંત્રીની ટીમનો પણ સિંહફાળો છે.

ભારતીય જનતા પાર્ટીનું સહુનો સાથ-સહુનો વિકાસ” સુત્ર પ્રચલિત છે. પરંતુ સ્માર્ટસીટી અમદાવાદમાં “સહુનો સાથ વટવા નો વિકાસ” જાવા મળે છે. વટવા વિધાનસભાના વસ્ત્રાલ, વટવા અને લાંભા વોર્ડમાં પ્રાથમીક સવલતોના કામ ઝડપભેર ચાલી રહયા છે. ખાસ કરીને છેલ્લા સાડા પાંચ વર્ષમાં વસ્ત્રાલ વોર્ડની રોનક જ બદલાઈ ગઈ છે.

સ્થાનિક સુત્રોએ જણાવ્યા મુજબ વટવા વિધાનસભામાંથી ચુંટાયા બાદ ધારાસભ્ય અને ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા એ વ†ાલ ને ડેવલપમ કરવા માટે અંગત ધ્યાન આપ્યું છે. જેના કારણે જ આ વિસ્તારમાં પાર્ટી પ્લોટ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરીયમ, બગીચા, આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વીમીગપુલ જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે.

વસ્ત્રાલ વોર્ડમાં રૂ.પ.પ૦ કરોડના ખર્ચથી ઓલિમ્પીક કક્ષાના સ્વીમીગ પુલનું કામ ચાલી રહયું છે. શહેરમાં હાલ રપગુણ્યા પ૦ નો બે જ સ્વીમીંગપુલ છે. આ કક્ષાનો ત્રીજા સ્વીમીગ પુલ વ†ાલમાં તૈયાર થઈ રહયો છે ! વસ્ત્રાલ વોર્ડમાં જ રૂ.૩૯ કરોડના ખર્ચથી અધતન ઓડીટોરીયમ તૈયાર થઈ રહયું છે. તેમજ ઓડીટોરીયમની બાજુમાં જ સ્પોર્ટસ સંકુલ બનાવવામાં આવશે.

નરોડા મેમ્કો સ્પોર્ટસ સંકુલ કરતા પણ વધુ સુવિધા અને સવલત સાથે વ†ાલમાં સ્પોર્ટસ સંકુલ તૈયાર કરવા માટે આયોજન થઈ રહયું છે. ગૃહરાજયમંત્રી અને વટવા વિધાનસભા ટીમની અંગત દેખરેખ હેઠળ ગુજરાતમાં સહુ પ્રથમ “જેડેશ્વરવન” તૈયાર કરવામાં આવ્યું છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા રૂ.દસ કરોડના ખર્ચથી તૈયાર કરવામાં આવેલ જડેશ્વર વનનું થોડા સમય પહેલા જ લોકાર્પણ કરવામાં આવ્યું છે.

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઘણા સમયથી તળાવ ડેવલપમેન્ટ માટે આયોજન થયા છે. પરંતુ તેનો નકકર અમલ વટવા વિધાનસભામાં જ થયો છે. વટવા વોર્ડમાં “વટવા (વાનરવટ) લેઈક”ડેવલપ થયા બાદ મહાલક્ષ્મી તળાવ ડેવલપ કરવા માટે મંજૂરી મળી ગઈ છે. તેવી જ રીતે રતનપુરા તળાવ ડેવલપમેન્ટનું કામ ચાલી રહયું છે.

જયારે વ†ાલ લેઈક નું કામ પૂર્ણ થઈ ગયું છે. તેમજ વિઝોલ તળાવ ના વિકાસ માટેના ટેન્ડર પણ મંજૂર થઈ ગયા છે. વ†ાલ વોર્ડમાં નાગરીકો માટે માધવ સ્કૂલ પાસે અધતન બગીચો બનાવવામાં આવ્યો છે. જયારે ઓપન પાર્ટી પ્લોટ અને વાંચનાલયી જીમ્નેશીયમ ના કામો પૂર્ણ થઈ ગયા છે ! અમદાવાદ મનપા દ્વારા તૈયાર કરવામાં આવેલ સૌથી મોટી ઓવરહેડ ટાંકી પણ વસ્ત્રાલ વોર્ડમાં જ છે. રિલાયન્સ પેટ્રોલ પાસે આ ટાંકી બનાવવામાં આવી છે.

ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વટવા વિધાનસભાના સર્વાગી વિકાસ તરફ પુરતુ ધ્યાન આપ્યું છે. વિકાસના નકશામાંથી લાંભા વોર્ડની લગભગ બાદબાકી થઈ છે. પરંતુ ગૃહરાજયમંત્રીએ લાંભા વોર્ડમાં પણ વિકાસના કામો શરૂ કરાવ્યા છે. લાંભામાં અર્બન હેલ્થ સેન્ટર અને ટેનીસ કોર્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે.

તેમજ રૂ.ત્રણ કરોડના ખર્ચથી બગીચો બનાવવા માટે આયોજન કર્યું છે. જયારે ટેનીસ કોર્ટની બાજુમાં અધતન લાયબ્રેરી/જીમ્નેશીયમ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ છે. લાંભા વોર્ડમાં સ્ટ્રોમ વોટર લાઈન, પાકા અને ઓપન પાર્ટી પ્લોટના કામ મંજૂર થઈ ગયા છે. વટવા વોર્ડમાં પણ લેઈક ડેવલપમેનટ ઉપરાંત ઓપન પાર્ટીપ્લોટ, બિમલ ફાર્મ ગાર્ડન, ઓવરહેડ ટાંકી ના કામ થઈ રહયા છે.

રામોલ-હાથીજણ વિસ્તાર ના વિકાસ માટે પણ ગૃહરાજયમંત્રી પુરતુ ધ્યાન આપી રહયા છે. રામોલની ટી.પી. સ્કીમ ૧ર૭ માં મ્યુનિ.સ્કુલ બોર્ડ સંચાલિત અંગ્રેજી માધ્યમ ની શાળા શરૂ થઈ રહી છે. હાથીજણમાં વોટર પમ્પીંગ સ્ટેશન અને સુએજ પમ્પીંગ સ્ટેશન માટે આયોજન કરવામાં આવ્યું છે.

વિનોબાભાવેનગર અને વિવેકાનંદનગરને જાડતા બ્રીજ માટે પણ દરખાસ્ત તૈયાર થઈ ગઈ છે. સિંચાઈ વિભાગની મંજુરી બાદ તેનું કામ પણ શરૂ થશે. જશોદાનગરમાં ઓપન પાર્ટીપ્લોટ તથા ઓવરહેડથી ટાંકીના કામ આયોજન હેઠળ છે જયારે મ્યુનિ.શાળાના બિલ્ડીંગનું કામ પૂર્ણ થઈ ગયું છે.

વટવા વિધાનસભાના સર્વાગી વિકાસ માટે ગૃહરાજયમંત્રી કટીબધ્ધ છે.વ†ાલ વોર્ડમાં સ્થાનિક કોર્પોરેટરો પણ જાગૃત હોવાથી આ વોર્ડમાં વિકાસ કામો  ઝડપથી થઈ રહયા છે. તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.