ભારતમાં 15 ફેબ્રુઆરી સુધીમાં કોરોનાના કેસ ઘટવા માંડશે

નવી દિલ્હી, ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર હાહાકાર મચાવી રહી છે અને રોજ લાખો કેસ સામે આવી રહ્યા છે.
જોકે કેટલાક રાજ્યો અને મેટ્રો શહેરમાં કોરોનાના કેસ ઓછા થવા માંડ્યા છે.ન્યૂઝ એજન્સીએ સરકારી સૂત્રોના હવાલાથી કહ્યુ છે કે, 15 ફેબ્રુઆરી સુધીમાં દેશમાં કોરોનાના કેસ ઘટવા માંડશે.કારણકે મેટ્રો શહેરોમાં કેસ હવે ઓછા થવા પણ માંડયા છે.વેક્સીનેશનના કારણે કોરોનાની ત્રીજી લહેરનો પ્રભાવ ઓછો થઈ ગયો છે.
સૂભોનુ કહેવુ છે કે, 74 ટકા દેશની વસતીનુ ફુલ વેક્સીનેશન થઈ ગયુ છે.એક અંગ્રેજી અખબારે નીતિ આયોગના સભ્ય ડો વી કે પોલને ટાંકીને કહ્યુ હતુ કે, ભારતમાં કોરોના વાયરસની ચાલી રહેલી ત્રીજી લહેર દરમિયાન ઓછા મોત થયા છે.કારણકે વેક્સીન કવરેજ વધ્યુ છે.6.5 કરોડ લોકો દેશમાં આવે છે જેમણે વેકસીનનો બીજો ડોઝ લીધો નથી.
દરમિયાન છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 3.06 લાખ કેસ સામે આવ્યા છે.દેશમાં કોરોનાના એક્ટીવ કેસ 22.49 લાખને વટાવી ગયા છે.241 દિવસમાં આ એક્ટિવ કેસનો સૌથી મોટો આંકડો છે.