Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશનમાંથી બાઉન્સર પ્રથા દુર કરવા કોંગ્રેસની માંગણી

વોટ માંગવા માટે બાઉન્સરોને સાથે લઈ જતા નથી: શહેઝાદ ખાન

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી બાઉન્સરપ્રથા શરૂ થઈ છે તેને તાકીદે બંધ કરવામાં આવે તેમજ નાગરીકોની જરૂરીયાત મુજબ મલ્ટીલેવલ પાર્કીંગ તૈયાર કરવામાં આવે તેવી માંગણી મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.

મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભામાં ઝીરો અવર્સ ચર્ચા દરમ્યાન વિપક્ષી નેતા શહેઝાદખાને મુદ્દાસર રજુઆત કરતા જણાવ્યુ હતું કે કોર્પોરેશન સંચાલિત હોસ્પીટલો તેમજ મ્યુનિ. ભવનમાં છેલ્લા કેટલાક વર્ષોથી બાઉન્સરો ફાળવવામાં આવ્યા છે જેના કારણે પ્રજાના મનમાં ભયનો માહોલ જાેવા મળે છે.

ગરીબ-મધ્યમવર્ગના નાગરીકો હોસ્પીટલમાં સારવાર માટે જાય છે તથા મ્યુનિ. ભવનમાં તેમની સમસ્યાની રજુઆત કરવા આવે છે તેવા સમયે બાઉન્સરો દ્વારા તેમને ડરાવવામાં આવે તે યોગ્ય નથી.

શહેરના નાગરીકો એ આપેલા વોટથી જ આપણે તમામ કોર્પોરેટર બની શકયા છીએ, ચૂંટણી સમયે વોટ માંગવા માટે બાઉન્સરોને સાથે લઈ જતા નથી તો પછી જેમના કારણે ૧૯ર લોકો મ્યુનિ. ભવનમાં બેસવા માટે લાયક બન્યા છે તેમને મળવા માટે તમામ દરવાજા ખુલ્લા રાખવા તથા બાઉન્સરોની કનડગત દુર કરવી જાેઈએ.

મ્યુનિ. મિલ્કતોમાં સીકયોરીટીની જરૂર છે પરંતુ બાઉન્સરોની જરૂર નથી. મ્યુનિ. શાસકો દ્વારા ઓછામાં ઓછા એક હજાર બાઉન્સરો રાખવામાં આવ્યા છે તેમજ તેમને માતબર પગાર પણ ચુકવાઈ રહયો છે. મ્યુનિ. કોર્પોરેશનમાં બાઉન્સર પ્રથા કાયમી બની જાય તે પહેલા તેને બંધ કરવામાં આવે તે જરૂરી છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચાંદલોડીયા અને સિંધુભવન રોડ પર મલ્ટીલેવલ પાર્કીંગ બનાવવામાં આવી રહયા છે આ વિસ્તારોમાં મલ્ટીલેવલ પાર્કીંગની કોઈ જ જરૂરીયાત નથી તેમ છતાં કરોડો રૂપિયા ખર્ચ થઈ રહયા છે.

શહેના કાંકરીયા અને નવરંગપુરા મલ્ટીલેવલ પાર્કીંગની નિષ્ફળતા બાદ પણ વહીવટીતંત્ર અને સતાધારી પક્ષ બોધપાઠ લેતા નથી તે આશ્ચર્યજનક બાબત છે. મલ્ટીલેવલ પાર્કીંગ બનાવતા પહેલા સરવે કરવામાં આવે તે આવશ્યક છે. કાલુપુર રેલ્વે સ્ટેશન કે મણીનગર સ્ટેશન જેવા વિસ્તારમાં મલ્ટીલેવલ પાર્કીંગ બનાવવામાં આવે તો પાર્કીંગ સમસ્યા હળવી બની શકે છે. અન્યથા કાંકરીયા કે નવરંગપુરાની માફક કરોડો રૂપિયાનો ખર્ચ વ્યર્થ થઈ શકે છે.

પૂર્વ મ્યુનિ. કમિશ્નર મુકેશકુમારે ટ્‌વીટ કરીને ડીસેમ્બર-ર૦ર૧ના અતે એક હજાર મેટ્રીકટન કચરામાંથી ૧પ મેગા વોટ વીજળી ઉત્પન્ન કરવાના દાવા કર્યા હતા જે પોકળ સાબિત થયા છે. આ પ્રકારના ખોટા દાવા કરનાર કંપનીને બ્લેકલીસ્ટ કરવામાં આવે તે જરૂરી છે.

કાંકરીયા તળાવના ડેવલપમેન્ટ બાદ ર૦૦૮માં અટલ એકસપ્રેસ શરૂ કરવામાં આવી હતી પરંતુ ખામીયુક્ત ડીઝાઈનના કારણે માત્ર ૧ર વર્ષમાં જ ટ્રેનના પાટાને કાટ લાગી ગયો છે. હવે ૧૦૦ વર્ષ જુના પાટાનો ઉપયોગ કરવામાં આવી રહયો છે. મ્યુનિ. શાસકોની અણઆવડતના કારણે પ્રજાના રૂપિયાનો ધુમાડો થઈ રહયો છે શહેરમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે ત્યારે ખાનગી હોસ્પીટલોનો બી.યુ પરમીશનનો વિવાદ ચાલી રહયો છે. શહેરમાં પ૦૦ હોસ્પીટલો બી.યુ. પરમીશન વિના અને ૧૦૦ જેટલી હોસ્પીટલો રહેણાંક મિલ્કતોમાં ચાલી રહી છે.

મ્યુનિ. વહીવટીતંત્ર દ્વારા આ મુદ્દે નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી પરંતુ સીલ મારીને સંતોષ માનવામાં આવે છે. કોરોના વેવમાં હોસ્પીટલોને સીલ મારવામાં આવશે તો નાગરીકોને સારવારમાં હાલાકી પડશે તેથી આ મામલે વચગાળાનો રસ્તો કાઢવો જાેઈએ તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

મ્યુનિ. કોંગ્રેસ પક્ષના દંડક અને અમરાઈવાડીના કોર્પોરેટર જગદીશભાઈ રાઠોડે અમરાઈવાડી હેલ્થ સ્ટાફ કવાર્ટસ અંગે રજુઆત કરતા જણાવ્યુ હતું કે સદ્‌ર સ્ટાફ કવાર્ટસ સરોવર ડેવલપર્સને પીપીપી ધોરણે ડેવલપ કરવા માટે આપવામાં આવ્યા છે પરંતુ બાજુમાં આવેલા ડ્રેનેજ પમ્પીંગને શીફટ કરવામાં ન આવે ત્યાં સુધી બાંધકામ થાય તેમ નથી રબારી કોલોની ચાર રસ્તાથી એપરલ પાર્ક સુધી મેટ્રો રૂટ પર રોડની વચ્ચે ટોરેન્ટ કંપનીના ટ્રાન્સફોર્મર છે.

જેના કારણે રસ્તા બંધ રહે છે અને ટ્રાફિકની સમસ્યાથી નાગરીકોને પારાવાર હાલાકી થઈ રહી છે. મીમ ના કોર્પોરેટર રફીકભાઈ શેખે જમાલપુર વિસ્તારના નાગરીકો માટે કોમ્યુનીટી હોલ બનાવવાની માંગણી દોહરાવી હતી તદ્‌પરાંત ર૦ર૦-ર૧માં કલમ ૭૩ (ડી) અંતર્ગત થયેલા કામોની વિજિલન્સ તપાસ માટે પણ રજુઆત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.