બેન્ડે મોનિકા ઓહ માય ડાર્લિંગથી મન મોહી લીધા

નવી દિલ્હી, ૨૬ જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ પરેડ પહેલા રાજપથ પર રિહર્સલ જાેરશોરથી ચાલી રહી છે. ભારત સરકારે શનિવારે આર-ડે સમારોહ માટે ભારતીય નૌસેનાના પૂર્વાભ્યાસનો વીડિયો ટ્વીટ કર્યો. વીડિયોમાં ભારતીય નૌસેનાના જવાનોના બેન્ડને વર્દી પહેરેલા અને રાઈફલ પકડેલા જાેવા મળે છે.
તમામ જવાનોએ વિજય ચોક પર પરેડ માર્ચ માટે એક બોલીવુડ ગીત પર રિહર્સલ કરતા જાેવા મળ્યા છે. ભારતીય જવાનોને ૧૯૬૭ની ફિલ્મ કારવાંનુ મશહૂર ગીત ‘પિયા તૂ અબ તો આજા… મોનિકા, ઓહ માય ડાર્લિંગ…’ ની ધૂન વગાડતા અને માર્ચ કરતા જાેઈ શકાય છે.
નૌસેનાના જવાન પોતાની રાઈફલ્સ પર થપથપાતા જાેવા મળ્યા, જ્યારે કેટલાક જવાન થિરકતા પણ જાેવા મળ્યા. વીડિયોમાં જાેઈ શકાય છે કે ગીત ભારતીય નૌસેના બેન્ડ દ્વારા ઉત્સાહની સાથે વગાડવામાં આવી રહ્યુ છે. ૨.૨૫ મિનિટના લાંબા વીડિયોને અત્યાર સુધી ૧૦ લાખ કરતા વધારે વાર જાેઈ ચૂકાયુ છે.
વીડિયોને જ્ર @mygovindiએ પોતાના સત્તાકીય એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યુ, શુ નજારો છે! આ વીડિયો ચોક્કસ આપના રૂંવાટા ઉભા કરી દેશે? શુ આપ અમારી સાથે ૭૩માં ગણતંત્ર દિવસ સમારોહને જાેવા માટે તૈયાર છો? સશસ્ત્ર દળ દ્વારા વગાડાયેલી ધૂન ખરેખર હેરાન કરી દેનારી છે. ટ્વીટર યુઝર્સ વીડિયો જાેઈને ઘણા ખુશ થઈ ઉઠ્યા. તેમણે કમેન્ટ બોક્સમાં પ્યારા, શાનદાર જેવા મેસેજ જાેયા.SSS