રાજકીય પક્ષોના નેતાઓમાં સ્વયં શિસ્ત ક્યારે આવશે?
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, કોરોનાકાળમાં નાગરીકો અને નેતાઓ બંન્ને કોરોનાની ગાઈડલાઈન ના ધજાગરા ઉડાડી રહ્યા છે. જાહેર ફંકશનો-પ્રસંગોમાં ભીડભાડ એકઠી કરીને કોરોનાના નિયમોને નેવે મુકી દેવામાં આવી રહ્યા છે. એકબીજા પર આક્ષેપોના ઠીકરા ફોડવામાં આવી રહ્યા છે.
પરંતુ સ્વયંશિસ્તના ક્યાંય દર્શન થતાં નથી. હાલમાં લગ્ન પ્રસંગો ચાલી રહ્યા છે. રસ્તા પર ડાન્સ કરતા લોકોને જાેતા જ ખ્યાલ આવી શકે છે કે આટલી ભીડમાં કોરોના ફેલાય તો શુૃ થાય?? સામાન્ય રીતે કોરોનાની ગાઈડલાઈનને નાગરીકો અનુસરી રહ્યા છે ત્યારે જેમના માથા પર ભારે જવાબદારી હોય છે એવા રાજકીય પક્ષોના નેતાઓ-આગેવાનો બેફામ રીતે વર્તી રહ્યા છે. રસ્તા પર જતી આમ જનતાને શોધી શોધી માથે દંડ લેવાય છેે તો નેતાઓ પાસેથી દંડ લઈને સમાજમાં પણ દાખલો કેમ બેસાડાતો નથી?
આશ્ચર્યની વાત તો એ છે કે આજ સુધી નિયમ ભંગ બદલ કરનાર કોઈ મોટા પક્ષના મોટા માથાને દંડ કરાયો નથી. વળી,સ્વેચ્છાએ પણ કોઈ આગેવાન- પોતાની ભૂલનો સ્વીકાર કરીને દૃંડ ભરતા પણ નથી. બીજી તરફ વિદેશમાં નીતિ-નિયમોને મોટામાથાઓ ફોલો કરે છે.
ભારતમાં તેનાથી વિપરીત ચિત્ર જાેવા મળે છે. જેના માથા પર સમાજ પ્રત્યેશ વિશેષ જવાબદારી છે એવા લોકો જ છટકબારી શોધીને બહાના આગળ ધરે છે. પાછલા કેટલાંક વર્ષોમાં તો કંઈક નવીન જાેવા મળ્યુ છે. અલગ અલગ રાજયોમાં જુદા જુદા પક્ષોની સરકાર હોય ત્યાંથી પરિસ્થિતિનુૃં એકબીજા સાથે સાંકળીને મૂલ્યાંકન કરાય છે.
કેસ વધે તો બીજા રાજયોની સાથે તુલના કરવામાં આવતી હોય છે. માસ્ક નહીં પહેરનારને પોલીસ રસ્તામાં રોકીને દંડ વસુલી રહ્યા છે એ સારી વાત છે પણ કાયદો સૌ માટે સરખો જ છે તો નેતાઓ માટે કેમ નહી? ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાયદાની વાત સામાન્ય જનતા માટે કરે છે તો રાજકીય પક્ષોના નેતાઓ શું તેમાંથી બાકાત છે?? રાજકીય પક્ષોના આગેવાનો એકબીજા પર આક્ષેો-પ્રતિઆક્ષેપો કરી રહ્યા છે પણ પોતે સ્વયંશિસ્તની શરૂઆત ક્યારે કરશે?