Western Times News

Gujarati News

સરકારે મફત રાશનનો લાભ નહીં આપવા RTOની મદદ લીધી

RTOના ડેટા મેચ થશે તો એવા ગરીબોને મફત રાશનનો લાભ બંધ કરી દેવાશે

(એજન્સી) ગાંધીનગર, ગરીબોને મફતમાં અનાજ આપવાનો કેન્દ્ર અને રાજ્ય સરકારની સ્કીમનો લાભ લેનારા પરિવારોની સંખ્યા વધી જતાં સરકારે હવે બોગસ રેશનકાર્ડ ધરાવતા પરિવારોની તપાસ શરૂ કરી છે. આ વખતે સરકારે આવા રેશનકાર્ડ નાબુદ કરવા અને મફત રાશનનો લાભ નહીં આપવા આરટીઓની મદદ લીધી છે. એટલે કે રેશનકાર્ડ માલિકોના વાહનનું ચેકીંગ શરૂ કરાશે.

કોરોનની કપરી સ્થિતિ બાદ સરકારની યોજનાનો લાભ લઈને મફતમાં અનાજ લેતા પરિવારની સંખ્યામાં વધારો થયો છે ત્યારે સરકારની ગરીબની વ્યાખ્યામાં નહીં આવતા પરિવારો પણ ખોટી રીતે આ સ્કીમનો લાભ લે તે શોધવા માટે હવે પુરવઠા વિભાગ દ્વારા વાહનો ધરાવતા માલિકોનુૃ લીસ્ટ મંગાવ્યુ છે. પુરવઠા તથા આરટીઓના ડેટા મેચ કરીને ખોટી રીતે અનાજ લેતા કાર્ડધારકોના નામ રદ કરાશે.

નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ તથા વંચિત પરિવારોને દર મહિને નિઃશુલ્ક અનાજ વિતરણ કરવામાં આવે છે. સસ્તા અનાજની દુકાનોેથી ગરીબ પરિવારોને મફતમાં રાશનનુૃ વિતરણ નિયમિત રીતે આવપામાં આવે છે.

આ ઉપરાંત કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા પણ ગરીબી રેખાથી નીચે જીવી રહેલા ગ્રામીણ વિસ્તારના કુટુુબોને ફ્રીમાં અનાજ તથા તેલ અને ખાંડ પણ આપવામાં આવી રહ્યુ છે.

આ સંજાેગોમાં નેશનલ ફૂડ સિક્યોરીટીના કાર્ડ હેઠળ જે પરિવારોને મફત અનાજ આપવામાં આવે છે તેમાં ઘણા પરિવારો એવા પણ છે જેમની પાસે સુખ સુવિધાના અન્ય સાધનો હોવા ઉપરાંત આર્થિક સ્થિતિ પણ ગરીબ નહીં હોવા છતાં તેઓ પાસે કાર્ડ છે. અને મફત અનાજ પણ મેળવી રહ્યા છે.

આવા કાર્ડધારકોને શોધવા માટે નિયમ અનુસાર જે પરિવારમાં ફોર વ્હીલર હોય એવા કાર્ડધારકનુૃ નામ એનએફએસએમાંથી આપોઆપ રદ થઈ જાય છે. અથવા તો ફોર વ્હીલર હોય એવા કાર્ડધારકનેે મફતમાં અનાજ મતુ નથી. આ માટે પુરવઠા વિભાગે આરટીઓ પાસેથી ફોર વ્હલર ધારકોના ડેટા મંગાવ્યા છે. જાે તેમાં કોઈ પરિવારોના નામ આવશે તો તેમનુ કાર્ડ રદ કરી દેવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.