Western Times News

Gujarati News

હોન્ડાએ લોન્ચ કર્યું CBR650R, જાણો કિંમત અને ખાસીયતો

2022 HONDA CBR650R

નવી દિલ્હી, મિડલવેઇટ સ્પોર્ટ્સ બાઇક કેટેગરીમાં ભારતીય રાઇડિંગ સમુદાયના જોશને વધારવા હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડએ આજે નવું 2022 CBR650Rપ્રસ્તુત કર્યું હતું. ભારતીય બજારોમાં CKD* (*કમ્પ્લેટલી નોક્ડ ડાઉન) રુટ દ્વારા ભારતીય બજારમાં પોતાનો માર્ગ મોકળો કરનાર આ મોડલ હોન્ડાના એક્સક્લૂઝિવ બિગવિંગ ટોપલાઇન શોરૂમમારફતે બુક કરી શકાશે. Honda launches 2022 CBR650R in India Bookings Open!

2022 HONDA CBR650R

વિશિષ્ટ પર્ફોર્મન્સ અને સ્ટાઇલ સાથે 2022CBR650R એના ક્લાસિક ફાસ્ટ ‘પિક-અપ’ અને હાર્ડ-હિટિંગ અને હાઇ-રેવ્વિંગ ટોપ એન્ડ રેન્જ સાથે એના યુવાન રાઇડર્સને જબરદસ્ત રોમાંચ આપશે.

આ પ્રસંગે હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર, પ્રેસિડન્ટ અને સીઇઓ શ્રી આત્સુશી ઓગાતાએ કહ્યું હતું કે, “CBR650Rનું પાવરફૂલ એન્જિન RR મશીનની રોમાંચકતા અને સ્પોર્ટી પર્ફોર્મન્સના અનુભવને પુનરાવર્તિત કરશે. 2022 CBR650R સાથે અમે અમારા ગ્રાહકોને મિડલવેઇટ મોટરસાયકલ પર વાસ્તવિક સવારીને રોમાંચ માણી શકે છે.”

નવું 2022 વર્ષ મોડલ લોંચ કરવા વિશે હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સેલ્સ એન્ડ માર્કેટિંગના ડિરેક્ટર શ્રી યાદવિન્દર સિંઘ ગુલેરિયાએ કહ્યું હતું કે,“CBR650Rનવા અને અનુભવી એમ બંને રાઇડરને સવારીનો રોમાંચક અનુભવ આપવાનો ઉત્કૃષ્ટ ટ્રેક રેકોર્ડ ધરાવે છે. સ્ટ્રિપ્સ કલરમાં નોંધપાત્ર ફેરફાર નવી CBR650Rની એરોડાયનેમિક અને અલ્ટ્રા-શાર્પ અપીલ વધારશે.”

સુવિધા અને આકર્ષક લૂકના આદર્શ સમન્વય ધરાવતી 2022 CBR650Rનવી ઓરેન્જ હાઇલાઇટ (મેટ ગનપાવડર બ્લેક મેટલિક કલર સાથે) અને નવા સ્પોર્ટી ગ્રાફિક્સ (ગ્રાં પ્રિં રેડ કલર) સાથે આવશે. જ્યારે સ્લિમ લાઇનો સાથે નવું અપર અને લોઅર ફેરિંગ ખડતલતાનો સમન્વય કેર છે, ત્યારે સીટ યુનિટ પાછળની તરફ કોમ્પેક્ટ અને શોર્ટ લૂક સ્પોર્ટી લૂકમાં વધારો કરે છે.

649cc, DOHC 16-વાલ્વ એન્જિન મહત્તમ ચોખ્ખા 57.5 Nmના મહત્તમટોર્ક સાથે8,500 rpm આપવાની સાથે @ 12,000rpmપર64 kWના મહત્તમ પાવર સાથે ફોર-સીલિન્ડર પર્ફોર્મન્સને અનુરૂપ આનંદ આપે છે.

આજથી હોન્ડાએ એની એક્સક્લૂઝિવ પ્રીમિયમ ડિલરશિપ – ગુરુગ્રામ (હરિયાણા), મુંબઈ (મહારાષ્ટ્ર), બેંગાલુરુ (કર્ણાટક), ઇન્દોર (મધ્યપ્રદેશ), કોચી (કેરળ),હૈદરાબાદ (તેલંગાણા) અને ચેન્નાઈ (તમિલનાડુ)માં બિગવિંગ ટોપલાઇનમાં 2022 CBR650R માટે બુકિંગ શરૂ કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.