Western Times News

Gujarati News

કાર કાબૂ બહાર નીકળીને પુલ તોડી નદીમાં પડી ગઇ : ૭ મેડિકલ સ્ટુડન્ટનાં મોત

મુંબઈ, મહારાષ્ટ્રના સેલસુરા પાસે એક ભયાનક રોડ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. જેમાં ૭ વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે. એવા અહેવાલ છે કે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વિજય રહંગદલેના પુત્રનું નામ પણ જીવ ગુમાવનારાઓમાં સામેલ છે. આ અકસ્માત સોમવારે રાત્રે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ થયો હતો. પોલીસ અધિકારી પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માતમાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓ વર્ધા તરફ જઈ રહ્યા હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે, તમામ સાવંગીની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે, કાર કાબૂ બહાર નીકળીને પુલ તોડી નદીમાં પડી ગઇ હતી. અકસ્માતમાં માર્યા ગયેલા તમામ વિદ્યાર્થીઓ ૨૫ થી ૩૫ વર્ષની વયજૂથના હતા.

હાલ પોલીસ અને વહીવટીતંત્ર વધુ તપાસ કરી રહ્યું છે. મૃતકોની ઓળખ નીરજ ચવ્હાણ, અવિશ રહંગદલે, નિતેશ સિંહ, વિવેક નંદન, પ્રત્યુષ સિંહ, શુભમ જયસ્વાલ અને પવન શક્તિ તરીકે થઈ છે. રહંગદલે તિરોડા ગોરેગાંવ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.