અરુણાચલમાંથી કિડનેપ થયેલા મિરામને નવ દિવસ બાદ ચીન સેનાએ ભારતને સોંપ્યો

ઈટાનગર, અરુણાચલપ્રદેશથી 9 દિવસ પહેલા કિડનેપ કરવામાં આવેલા 17 વર્ષના યુવક મિરામ ટૈરોનને ભારતને સોંપી દેવામાં આવ્યો છે. અરુણાચલના ધારાસભ્ય નિનોન ઈરિંગે જણાવ્યું કે ચીનની સેનાએ મિરામને પરત આપી દીધો છે.
અમે આર્મી અને રક્ષા મંત્રાલયના આભારી છે કે અમારો છોકરો પરત આવી ગયો. મિરામનું અપહરણ 18 જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું. જોકે અન્ય એક સાંસદ તપીર ગાઓએ ચીનની સેના પર અપહરણનો આરોપ લગાવ્યો હતો. ભારતીય સેનાએ આ છોકરાની શોધવા માટે ચીન પાસે મદદ માંગી હતી.
ચીને અરુણાચલ પ્રદેશના એક 17 વર્ષના છોકરાનું અપહરણ 19 જાન્યુઆરીએ કર્યું હતું. રાજ્યના એક સાંસદ તાપિર ગાઓએ આ અંગે માહિતી આપી હતી. કોંગ્રેસ નેતા અને વાયનાડ સાંસદ રાહુલ ગાંધીએ આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને ઘેરી હતી.
તેમણે કહ્યું હતું કે વડાપ્રધાનનું મૌન જ તેમનું નિવેદન છે. આ સિવાય કોંગ્રેસનેતાએ કહ્યું હતું કે તે કિડનેપ થયેલા કિશોરના પરિવારની સાથે જ છે.
અરુણાચલ પ્રદેશમાંથી ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી(PLA) દ્વારા અપહરણ કરવામાં આવેલા કિશોર અંગે ભારતીય આર્મી PLAનો સંપર્ક કર્યો હતો. સૂત્રોએ આ અંગેની માહિતી આપી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે ઘટનાની માહિતી મળતા જ ભારતીય સેનાએ તાત્કાલિક ચીનની આર્મીનો સંપર્ક કર્યો હતો. સેનાએ તેમના વિસ્તારમાંથી કિડનેપ કરાયેલા કિશોરને શોધવા અને તેને પ્રોટોકોલ મુજબ પરત આપવા કહ્યું હતું. કિડનેપ કરાયેલા કિશોરની ઓળખ મિરામ તરોન તરીકે કરાઈ હતી.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ગણતંત્ર દિવસના થોડા દિવસ પહેલાં જ ભારતના એક ભાગ્ય વિધાતનું ચીને અપહરણ કર્યું છે. અમે મિરામ તરોનના પરિવારની સાથે છીએ અને આશા નહિ છોડીએ, હાર પણ માનીશું નહિ. PMનું મૌન જ તેમનું નિવેદન છે, તેમને કંઈ જ ફરક પડતો નથી.