Western Times News

Gujarati News

દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

નવી દિલ્હી, ૨૬ મી જાન્યુઆરી, આ એ તારીખ છે જ્યારે આઝાદ ભારતમાં ખરા અર્થમાં પ્રજાતંત્ર એટલેકે, પ્રજાની સત્તાની શરૂઆત થઈ લોકતંત્રનો અમલ થયો. એટલે જ તેને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ ૧૯૪૭માં જ દેશને અંગ્રેજાેથી આઝાદી મળી હતી, પરંતુ ત્રણ વર્ષ પછી ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ ભારતમાં બંધારણ અમલમાં આવ્યું. જેમાં ડૉ. ભીમરાવ આંબેડકરે બંધારણની મુસદ્દા સમિતિની અધ્યક્ષતા કરી હતી.

ભારત આ વર્ષે તેનો ૭૩મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે. આ વખતે ગણતંત્ર દિવસની ઉજવણી થોડા દિવસો પહેલા જ શરૂ થઈ ગઈ હતી. વર્ષ ૧૯૪૭માં જ દેશને અંગ્રેજાેથી આઝાદી મળી હતી, પરંતુ ત્રણ વર્ષ પછી ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારતમાં બંધારણ અમલમાં આવ્યું. આ કારણે દર વર્ષે ૨૬ જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે.

ડૉ. ભીમરાવ આંબેડકરે બંધારણની મુસદ્દા સમિતિની અધ્યક્ષતા કરી હતી. જાે કે, દેશમાં દર વર્ષે ૨૬ નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે, કારણ કે ૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ ભારતની બંધારણ સભા દ્વારા ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વખતે પણ પ્રજાસત્તાક દિનની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.

૨૬ જાન્યુઆરીના દિવસનું મુખ્ય આકર્ષણ પરેડ છે, જે દિલ્હીના રાજપથથી શરૂ થાય છે અને ઇન્ડિયા ગેટ સુધી જાય છે. આ વર્ષે, પરેડમાં વિવિધ રાજ્યો, વિભાગો અને સશસ્ત્ર દળોની ૧૬ લશ્કરી ટીમો, ૧૭ લશ્કરી બેન્ડ અને ૨૫ ઝાંખીઓનો સમાવેશ થાય છે. આ દિવસે રાષ્ટ્રપતિ રાજપથ પર ધ્વજ ફરકાવે છે.

આ કાર્યક્રમમાં ભારતીય સેના, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેના દ્વારા ભારતના સાંસ્કૃતિક અને સામાજિક વારસાને દર્શાવવામાં આવે છે. આ સાથે રાજપથ પર વિવિધ રાજ્યોની ઝાંખીઓ બહાર આવે છે, જે તેમના રાજ્યોની સંસ્કૃતિ દર્શાવે છે. આ વખતે પ્રજાસત્તાક દિવસને લઈને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ઘણી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

દિલ્હી મેટ્રોની પાર્કિંગ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે, જ્યારે ઘણા સ્ટેશનો પર થોડા કલાકો માટે એક્ઝિટ-એન્ટ્રી બંધ રહેશે. ગણતંત્ર દિવસના ઈતિહાસની વાત કરીએ તો, ભારતીય બંધારણ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ અમલમાં આવ્યું હતું. બંધારણ સભા, જેનો ઉદ્દેશ્ય ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર કરવાનો હતો, તેનું પ્રથમ સત્ર ૯ ડિસેમ્બર ૧૯૪૬ના રોજ યોજાયું હતું. છેલ્લું સત્ર ૨૬ નવેમ્બર, ૧૯૪૯ ના રોજ સમાપ્ત થયું અને પછી એક વર્ષ પછી બંધારણ અપનાવવામાં આવ્યું.

ભારતને ત્રણ વર્ષ પહેલા વર્ષ ૧૯૪૭માં જ આઝાદી મળી હતી. પ્રજાસત્તાક દિવસ સ્વતંત્ર ભારતની ભાવનાનું પ્રતિક છે. આ દિવસે ૧૯૩૦માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પૂર્ણ સ્વરાજની ઘોષણા કરી હતી.આ દિવસ ભારતીય લોકોને તેમની સરકાર પસંદ કરવાની લોકતાંત્રિક શક્તિની પણ યાદ અપાવે છે.

આ દિવસે દેશમાં રાષ્ટ્રીય રજા પણ રાખવામાં આવે છે. ભારત આજે પોતાનો ૭૩ મો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી મોદીએ તિરંગાને સલામી આપીને રાષ્ટ્રને વંદન કર્યાં.

આ પ્રસંગે જવાનોનું શૌર્ય પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું. શહીદ અમર જવાનોના સ્મારક વોર મેમોરિયલ પર શ્રદ્ધાં સુમન અર્પણ કર્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી? આજના દિવસે દિલ્હીના રાજપથ ખાતે રાફેલથી લઈને સુખોઈ સુધીના યુદ્ધ જહાજાેનું પ્રદર્શન કરીને ભારત પોતાની શક્તિની ઝલક દુનિયાને બતાવવામાં આવ્યું. વિવિધ રાજ્યોની સંસ્કૃતિ અને વિવિધતામાં એકતાનું પ્રતિબિંબ દર્શાવતી ઝાંખીઓ પણ રાજપથ પરેડ દરમ્યાન આકર્ષણનું કેન્દ્ર બની રહી.

આ સાથે જ સેનાની ત્રણેય પાંખના ઝાંબાજ જવાનો પણ પોતાના કરતાબો દર્શાવીને ગણતંત્ર દિવસની ઉજવણીને વધુ શાનદાર બનાવ્યો. સૌથી પહેલા તમને જણાવી દઈએ કે આ વર્ષે ધુમ્મસને જાેતા રાજપથ પર પરેડ અને ફ્લાયપાસ્ટ ડેમોસ્ટ્રેશન અડધો કલાક મોડું એટલે કે સવારે ૧૦.૩૦ વાગ્યે શરૂ થશે.

દર વર્ષે આ કાર્યક્રમ સવારે ૧૦ વાગ્યે શરૂ થતો હતો. એ જ રીતે, કોરોના રોગચાળાને કારણે ગયા વખતની જેમ આ વર્ષે ૨૦૨૨ માં પણ કોઈ વિદેશી મુખ્ય અતિથિને આમંત્રણ આપવામાં આવ્યું નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે.

પ્રજાસત્તાક દિવસની પરેડની ઉજવણી મોદીની રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત સાથે શરૂ થઈ. ત્યાર બાદ મોદીએ બહાદુર શહીદ અમર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. અને ત્યાર પછી રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી. પરંપરા મુજબ, રાષ્ટ્રગીત પછી રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો અને ૨૧ તોપોની સલામી આપવામાં આવી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સલામી લઈને પરેડની શરૂઆત કરવામાં આવી.

પરેડની કમાન્ડ બીજી પેઢીના લશ્કરી અધિકારી, પરેડ કમાન્ડર, લેફ્ટનન્ટ જનરલ વિજય કુમાર મિશ્રા, અતિ વિશેષ સેવા મેડલ દ્વારા કરવામાં આવ્યું. દિલ્હી ક્ષેત્રના ચીફ ઓફ સ્ટાફ, મેજર જનરલ આલોક કાકર પરેડના સેકન્ડ-ઈન-કમાન્ડ હતાં. પ્રજાસત્તાક દિવસ પરેડમાં રાફેલથી સુખોઈ સુધીના ૭૫ લડાકુ વિમાનો અહીં પ્રદર્શિત કરાયા હતાં. આ સાથે આ પરેડમાં કાશી વિશ્વનાથની ઝાંખી પણ જાેવા મળી. આ વર્ષે પ્રજાસત્તાક દિવસ કંઈક ખાસ છે. વાસ્તવમાં દેશ આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણી કરી રહ્યો છે.

આ અંતર્ગત દેશભરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર દિલ્હીના રાજપથ પર વિશેષ ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને ઉજવણી કરવામાં આવી. ભારતના ગૌરવની ઝલક આજે અહીં જાેવા મળી. ભારત આ વર્ષે ૨૬મી જાન્યુઆરીએ તેનો ૭૩મો ગણતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યું છે. ૧૯૫૦માં આ દિવસે દેશનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું.

આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ૧૬ લશ્કરી ટુકડીઓ, ૧૭ લશ્કરી બેન્ડ, વિવિધ રાજ્યોની ૨૫ ઝાંખીઓ, વિભાગો અને લશ્કરી દળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં કાશી વિશ્વનાથ ધામની ઝાંખી પણ જાેવા મળી. આ બીજી વખત છે જ્યારે વારાણસી સાથે સંબંધિત ઝાંખી રાજપથ પર જાેવા મળી. તે જ સમયે, પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશને સંબોધન કર્યું.

આજના દિવસે ITBPના હિમવીરોએ ૧૫૦૦૦ ફૂટની ઉંચાઈ પર ત્રિરંગો ફરકાવ્યો અને ગણતંત્ર દિવસની ઉજવણી કરી. લદ્દાખ સરહદ પર -૩૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ સૈનિકો દેશની સરહદોની સુરક્ષા માટે તૈનાત છે.

આ વખતે ભારતીય વાયુસેનાના ૭૫ વિમાન ફ્લાય પાસ્ટમાં ભાગ લીધો હતો. રાફેલ, સુખોઈ, જગુઆર, એમઆઈ-૧૭, સારંગ, અપાચે અને ડાકોટા જેવા જૂના અને વર્તમાન આધુનિક એરક્રાફ્ટ/હેલિકોપ્ટર રાહત, મેઘના, એકલવ્ય, ત્રિશુલ, તિરંગા, વિજય અને અમૃત સહિતની વિવિધ રચનાઓ પ્રદર્શિત કરશે.

પ્રથમ વખત, પરેડ દરમિયાન રાજપથ પર ૭૫ મીટર લંબાઇ અને ૧૫ ફૂટ ઊંચાઇના ૧૦ સ્ક્રોલ પ્રદર્શિત કરવામાં આવશે. ૧૦ મોટી એલઈડી સ્ક્રીન લગાવવામાં આવી હતી જેના પર પરેડ જાેવા મળી. આ વર્ષે પ્રજાસત્તાક દિવસ કંઈક ખાસ છે. વાસ્તવમાં દેશ આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણી કરી રહ્યો છે.

આ અંતર્ગત દેશભરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે સંરક્ષણ મંત્રાલય દ્વારા પરેડમાં કેટલીક નવી ઝાંખીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.