વાયબ્રન્ટ સમિટ ફરી યોજાશે ટૂંક સમયમાં સરકાર નિર્ણય લઈ શકે છે

ગાંધીનગર, વાઈબ્રન્ટ ગુજરાત ફરી યોજાવાના એંધાણ મળી રહ્યા છે ત્યારે, આ સમિટ હવે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ ૧ મેથી ત્રણ દિવસ માટે યોજાઈ શકે છે. આ આયોજન પહેલા કોવિડની સ્થિતિની સમીક્ષા રાજ્યમાંવાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાના એંધાણ મળી રહ્યા છે.
જાન્યુઆરી -૨૦૨૨માં ત્રિ દિવસીય સમિટ નિર્ધારિત દિવસોના માત્ર ચાર દિવસ પહેલા જ મોકૂફ રાખવામાં આવી હતી. ડીસેમ્બર-૨૦૨૧ના અંતથી કોરોના સંક્રામણે ગુજરાતમાં ફરી એકવાર માથું ઊંચકવાનું શરુ કર્યું હતું.
રાજ્ય સરકારના બહુ આયામી આયોજન દરમિયાન એમ લાગ્યું હતું કે, સંક્રમણની સ્થિતિ સમગ્ર આયોજન પર કોઈ અવળી અસર નહિ કરે. આમ છતાં, રાજ્ય સરકારે એક વાર કેન્દ્ર સરકારનું આ આયોજન બાબતે માર્ગદર્શન મેળવ્યું હતું. અને કેન્દ્ર સરકારે દેશ અને રાજ્યની તત્કાલીન સ્થિતિ જાેતા ,સમગ્ર આયોજન મોકૂફ રાખવા સૂચવતા વાઈબ્રન્ટ મોકૂફ રહ્યો હતો.
હવે જ્યારે વાઈબ્રન્ટ ગુજરાત ફરી યોજાવાના એંધાણ મળી રહ્યા છે ત્યારે, આ સમિટ હવે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ ૧ મેથી ત્રણ દિવસ માટે યોજાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, નવા આયોજનમાં પણ પહેલા કોવિડ-૧૯ની સ્થિતિની સમીક્ષા કરાશે અને ત્યાર બાદ અંતિમ ર્નિણય લેવામાં આવશે.
જાન્યુઆરી-૨૦૨૨ના ૧૦થી ૧૨ જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરાયું હતું. પરંતુ તત્કાલ સ્થિતિને ધ્યાનમાં રાખી મોકૂફ કરાયેલું આ આયોજન હવે પહેલી મે દરમિયાન થઇ શકે છે. આ આયોજન માટે પણ કેન્દ્ર સરકારનું અવશ્ય માર્ગદર્શન લેવામાં આવશે જ. સાથોસાથ કોરોના સંક્રમણની રાજ્ય અને કેન્દ્રની સ્થિતિની સમીક્ષા કરીને જ અંતિમ આયોજન થશે.HS