Western Times News

Gujarati News

‘આખરે તમે ચીનને પ્રેમ કરો કે ધિક્કારો, તેને અવગણી શકો નહીં, એન્ટી ડમ્પીંગ ડયુટીના કેસમાં હાઈકોર્ટની ટકોર

(એજન્સી) અમદાવાદ, દેશમાં ચીનથી આયાત થઈ રહેલા માલ સામાન ઉપર લાગુ કરાતી એન્ટી ડમ્પીંગ ડ્યુટીના કેસની સુનાવણી અંતે એક આદેશ કર્યા બાદ હાઈકોર્ટે હળવી શૈલીમાં ટકોર કરી હતી કે આખરે તમે ચીનને તમે પ્રેમ કરો કે ધિક્કારો, તેને અવગણી શકો નહી. ક્રેક્ષ ફલેક્ષ પ્રા.લીમીટેડ નામની કંપની તરફથી હાઈકોર્ટમાં કરવામાં આવેલી પીટીશન કરીને રજુઆત કરવામાં આવી હતી કે તેઓ પીવીસી, ફલેક્ષ, ફિલ્મનું ચીનથી આયાત કરે છે.

આ પ્રકારના માલનો ચીનથી મોટા પાયા ઉપર આયાત થતી હોવાથી ચીનથી આયાત કરાતા માલ પર ચાર્જ વસુલવા એન્ટી ડમ્પીંગ ડયુટી લગાવવા માટેે ઓગષ્ટ-ર૦૧૬માં નોટીફિકેશન બહાર પડેલુ. જેની સમયમર્યાદા ઓગષ્ટ ર૦ર૧માં પૂર્ણ થતાં કેન્દ્ર સરકારે તેનેે ૩૧મી જાન્યુઆરી ર૦રર સુધી લંબાવી આપેલુ. અરજદારે આ નિર્ણયને રીવ્યુ કરવા કેન્દ્રને રજુઆત કરવામાં આવી હતી.

પરંતુ જ્યાં સુધી આ રીવ્યુ નિર્‌/ણય આવે નહીં ત્યાં સુધી જાે એન્ટી ડમ્પીંગ ડ્યુટી હટી જશે તો ચીનનો સસ્તો માલ ભારતમાં મોટાપાયેે ઠલવાશે. જેના લીધે ભારતીય ઈન્ડસ્ટ્રીઝ અને બજારને ભારે નુકશાન થવાની ભીતિ રહેલી છે. જેથી આ નોટીફિકેશન ઓગષ્ટ ર૦રર સુધી લંબાવવી જાેઈએ. આ મામલે નિયુક્ત ઓથોરીટીના આદેશ સામે અપીલ પણ કરવામાં આવી છેે. પરંતુ ત્યારબાદ તા.ર૪મી જાન્યુઆરીના રોજ એક નોટીફિકેશન બહાર પાડીને એન્ટી ડમ્પીૃંગ ડ્યુટી લાગુ નહીં કરવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો હતો.

આથી આ બાબતે હાઈકોર્ટે વચગાળાનો આદેશ કરીને તા.ર૪મી જાન્યુઆરીના નોટીફિકેશનના અમલ સામે તા.ર૭મી જાન્યુઆરી સુધી મનાઈ હુકમ ફરમાવ્યો હતો. કોર્ટે વધુમાં આદેશ કર્યો હતો કે આ સમગ્ર મુદ્દે સંબંધિત વિભાગ શું કહેવા માંગે છે એ અંગેે જણાવો.

હાઈકોર્ટ તેના આદેશમાં એ પણ નોંધ્યુ છે કે ર૪મી જાન્યુઆરીના નોટીફિકેશન પર હાઈકોર્ટ છ સપ્તાહ માટે મનાઈહુકમ અને ૦૮ ઓગષ્ટ-ર૦રર સુધી છ સપ્તાહ માટે લંબાવવા અંગે વિચારે છે.

આ સમયગાળામાં અરજદારની પડતર અજીઓ પર ટ્રીબ્યુનલ ચાર સપ્તાહમાં સુનાવણી કરીને કાયદા મુજબ નિર્ણય લે. હાઈકોર્ટે વધુમાં ટકોર કરી હતી કે આ અરજી એન્ટી ડમ્પીંગ ડ્યુટી અમલ કરવા માટે તો બીજી તરફ એન્ટી ડમ્પીંગ ડ્યુટીનો અમલ ન કરવા માટે પણ અરજી થયેલી છે.

હાઈકોર્ટે કેન્દ્રને સવાલ કર્યો હતો કે શું આ અંગે સરકાર પાસે કોઈ પૂર્ણ નીતિ વિષયક કોઈ નિર્ણય નથી? જેમાં સ્પષ્ટપણે કહેવાયુ હોય કે ક્યારે અને કેવી રીતે અમલ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.