Western Times News

Gujarati News

અમદાવાદમાં ર૧ મહિને સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મુસાફરની અવરજવર

પ્રતિકાત્મક

(એજન્સી) અમદાવાદ, મુસાફરોની અવરજવર મામલે અમદાવાદનુૃ સરદાર વલ્લભભાઈ એરપોર્ટ ફરી એકવાર પૂર્વવત ધબકવા લાગ્યુ છે. અમદાવાદ એરપોર્ટ ખાતે ડીસેમ્બર માસમાં કુલ ૮૮ર૮૬ વિદેશના મુસાફરોની અવરજવર નોંધાઈ હતી.

માર્ચ-ર૦ર૦ બાદ અમદાવાદ એરપોર્ટ ખાતે નોંધાયેલી વિદેશના મુસાફરોની આ સૌથી વધુ અવરજવર છે. જાે કે નવેમ્બરની સરખામણીમાં ડીસેમ્બર માં ડોમેસ્ટીક મુસાફરોની અવર જવરમાં સાધારણ ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે નવેમ્બરમાં ૮ર લાખ જ્યારે ડીસેમ્બરમાં ૬.૬૩ લાખ ડોમેસ્ટીક મુસાફરોની અવરજવર નોંધાઈ હતી.

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયા દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલ અનુસાર ડીસેમ્બર ર૦ર૧માં અમદાવાદ એરપોર્ટ ખાતે કુલ ૬૪૯ ઈન્ટરનેશનલ ફલાઈટમાં ૮૮ર૮૬ મુસાફરોની અવરજવર નોંધાઈ હતી.

આમ, પ્રત્યેક ઈન્ટર નેશનલ ફલાઈટમાં સરરાશ ૧૩૬ મુસાફરો હતા. માર્ચ ર૦ર૦ બાદ અમદાવાદ એરપોર્ટ પર નોૃધાયેલો આ સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મુસાફરોની અવરજવર છે. ર૧ મહિના અગાઉ ૭૯૯ ઈન્ટરનેશનલ ફલાઈટમાં ૯૧પ૮૪ મુસાફરોની અવરજવર નોંધાઈ હતી.

માર્ચ ર૦ર૦માં કોરોનાએ પગપેસારો કરતા જ ઈન્ટરનેશનલ મુસાફરોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો હતો. અમદાવાદમાં છેલ્લા ૬ મહિનામાં વિદેશ માટેના કુલ ૩.૧૯ લાખ મુસાફરોની અવરજવર નોંધાઈ છે.

ડીસેમ્બરની સ્થિતિએ અમદાવાદ એરપોર્ટમાં ડોમેસ્ટીક કરતા ઈન્ટરનેશનલની પ્રત્યેક ફલાઈટમાં મુસાફરોની સરેરાશ સંખ્યા વધુ હતી તેમ કહી શકાય. કેમ કે ડીસેમ્બરમાં પ૩૩૮ ડોમેસ્ટીક ફલાઈટમાં ૬.૬૩ લાખ મુસાફરોની અવરજવર નોંધાઈ હતી. આ સ્થિતિ એ પ્રત્યેક ડોમેસ્ટીક ફલાઈટમાં સરેરાશ ૧ર૪ મુસાફરો હતા.

ડીસેમ્બર દરમ્યાન અમદાવાદ એરપોર્ટમાં દરરોજ સરેરાશ ર૧૩૯૩ મુસાફરોની અવરજવર નોંધાઈ હતી. જાે કે નવેેમ્બર માસની સરખામણીએ ડીસેમ્બરમાં ડોમેસ્ટીક મુસાફરોની સંખ્યામાં સાધારણ ઘટાડો નોંધાયો છે. આ અંગે એરપોર્ટના સુત્રોએ જણાવ્યુ હતુ કે ડીસેમ્બરમાં ડોમેસ્ટીક મુસાફરોની અવરજવર ૭ લાખથી વધુ થવાનો અમને અંદાજ હતો. પરંતુ ડીસેમ્બરના ત્રીજા સપ્તાહથી કોરોનાના કેસમાં ફરી વધારો થવા લાગતા ફ્લાઈટના મુસાફરોની સંખ્યા ઘટવા લાગી હતી.

સુરત, વડોદરામાં નવેમ્બરની સરખામણીએ ડીસેમ્બરમાં ડોમેસ્ટીક મુસાફરોની અવરજવરમાં સાધારણ વધારો થયો છે. નવેમ્બરમાં સુરતમાં ૧.ર૬ લાખ અને વડોદરામાં ૮ર૭૩૧ મુસાફરો ની અવરજવર હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.