Western Times News

Gujarati News

યુક્રેનના મામલે રશિયા-અમેરીકા આમનેસામને

અમેરીકાએ યુક્રેનને ૮૦ ટન શસ્ત્રો મોકલ્યાઃ ૮પ૦૦ સૈનિકોને હાઈએલર્ટ કર્યાઃબ્રિટને એન્ટી ટેંક મિસાઈલ મોકલી

નવી દિલ્હી, અમેરીકાએ યુક્રેનને ૮૦ ટન શસ્ત્રો મોકલ્યાઃ ૮પ૦૦ સૈનિકોને હાઈએલર્ટ કર્યાઃબ્રિટને એન્ટી ટેંક મિસાઈલ મોકલીયુક્રેનના મુદ્દે રશિયા-અમેરીકા વચ્ચે પરિસ્થિતિ અત્યંત તનાવપૂર્ણ બની ગઈ છે.

યુક્રેન સરહદે રશિયીાએ એક લાખ સૈનિકોને તૈનાત કરી દેવાની સાથે ફાઈટર વિમાનોને ‘સ્ટેન્ડ બાય’ કરી દેતા ગમે ત્યારે રશિયા યુક્રેનને ટાર્ગેટ બનાવીને હુમલો કરે એવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. અમેરીકાએ રશિયાને ચેતવણી આપી છે કે રશિયા યુક્રેન પર કાર્યવાહી કરશે તો અમેરીકાનો સામનો કરવો પડશે. દરમ્યાનમાં અમેરીકાના જંગી હવાઈ જહાજાે શસ્ત્રસરંજામ સાથે યુક્રેન પહોંચ્યા છે.

અમેરીકાએ ૮૦ ટન હથિયારોનો ઝખીરો મોકલી આપ્યો છે. તો બ્રિટને પણ એન્ટી ટંક ગાઈડેડ મિસાઈલો સહિતના હથિયારો મોકલી આપ્યા છે. તો જગતજમાદાર અમેરીકાએ તેના ૮પ૦૦ સૈનિકોને પૂર્વીય યુરોપમાં હાઈએલર્ટ કરી દીધા છે. રશિયા યુક્રેન પર હુમલો કરશે એવો અણસાર આવતા જ અમેરીકા- બ્રિટન સહિતના નાટો દેશોએ સામે પક્ષે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

રશિયા-યુક્રેન વચ્ચે તનાવ ચરમસીમાએ પહોંચ્યો છે. રશિયાએ એક લાખ સૈનિકો ગોઠવ્યા છે તો મિસાઈલો ગોઠવવાની સાથે તેની અત્યાધુનિક ટેકોને ડીપ્લોય કરી છે. તો ફાઈટર વિમાનોને સ્ટેન્ડબાય કરતા રશિયા ગમે ત્યારે ત્રાટકશે એવી ભીતિ અમેરીકાએ વ્યક્ત કરી છે.

અમેરીકા- બ્રિટન-કેનેડા જેવા દેશો ખુલીને યુક્રેનના સમર્થનમાં આવી ગયા છે. રશિયાએ તાજેતરમાં જ યુધ્ધાભ્યાસ કર્યો હતો. બીજીતરફ નાટો દેશોએ તેની સક્રિયતા વધારી દીધી છે.

અમેરીકાએ યુક્રેનના મામલે રશિયાને ચેતવણી આપતા ફરીથી અમેરીકા- રશિયા વચ્ચે શીત યુધ્ધના ભણકારા વાગી રહ્યા છે. અમેરીકાએ ચીનને કડક શબ્દોમાં ચેેતવણી આપતા જણાવી દીધુ છે કે યુક્રેનની સ્થિતિને જાેઈને તેનો લાભ લેવાનો પ્રયાસ કરાય નહી. ઉલ્લેખનીય છે કે ચીનના ફાઈટર વિમાનોએ તાજેતરમાં જ તાઈવાનની સરહદમાં ઘુસણખોરી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.