Western Times News

Gujarati News

હજારો કરોડના હવાલા કૌભાંડમાં સુરતની કંપનીનું નામ પણ ખુલ્યુ

(એજન્સી) અમદાવાદ, દિલ્હીમાં ચાર વર્ષ પહેલાં પકડાયેલા હજારો કરોડના હવાલા કૌભાંડની તપાસમાં સુરતની સાંવરીયા ઈન્ટરનેશનલ પ્રા.લીમીટેડ કંપનીનું નામ બહાર આવ્યુ છે. આ કંપનીનીા ડીરેક્ટોએ ચીનની કંપની સાથે મળી કંપનીનો નફોઓછો બતાવીને પૈસા હવાલા મારફતે ચીન મોકલ્યા હતા. આ અંગે આરઓસીના અધિકારીએ કંપનીના ડીરેક્ટર દંપત્તિ, સીએસ, ચીનની કંપનીના ડીરેક્ટર સહિત પ સામે નારણપુરામાં ફરીયાદ નોંધાવી છે.

આરઓસીના આસિસ્ટન્ટ રજીસ્ટાર ગજાનંદ સુરેશ કોટેએ સુરતની સાંવરીયા ઈન્ટરનેશનલ કંપનીના ડીરેક્ટરને સુમિત રમેશભાઈ બોદરા, નીલમ સુમિતભાઈ બોદરા, મુંબઈના મુકુંદ દતાત્રેય કુર્ણે, સુરત વરાછા અભિષેક શોપિંગ સેન્ટરમાં આવેલી જે.પી.હીરપરા એન્ડ કંપની તેમ જ ચાઈનીઝ નાગરીક ચાર્લી પેગ ઉર્ફે લાઉ સંગ વિરૂધ્ધ નારણપુરા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદ મુજબ ઈન્કમ ટેક્ષ ડીપાર્ટમેન્ટ ર૦૧૮માં દરોડો પાડી હજારો કરોડનું હવાલા કૌભાંડ પકડી પાડ્યુ હતુ. જેમાં ચાઈનીઝ નાગરીકો વિરૂંધ્ધ મની લોન્ડરીંગના કેસ દાખલ કરાયા હતા. જેની તપાસમાં જાણવા મળ્યુહ તુ કે સાંવરીયા કંપની ચીનની ચાર્લી પેગની કંપનીઓ સાથે જાેડાયેલી છે. આ કંપનીની સ્થાપના ર૦૧રમાં કરાઈ હતી. કંપનીએે ર૦૧પ-૧૬માં એક પણ ફાયનાન્સીયલ સ્ટેટમેન્‌ ટ ફાઈલ કરી નથી.

ર૦૧પ-ર૦માં સાંવરીયા કંપનીની ચુકવણી માત્ર ૬ લાખ જ છે. જેના આધારે તપાસ કરાતા સાંવરીયા કંપની પાસે કોઈ સ્થિર સંપત્તિ નથી અને તે કાપડનો વેપાર કરે છે. આ કંપનીએ નાણાંકીય વર્ષ ર૦૧પ-૧૬માં રૂા.૩.પ૦ લાખ, વર્ષ ર૦૧૪-૧પ માં ૭ર હજાર ભાુ ચુકવ્યુ છે જ્યારે આ કંપનીનું ટર્નઓવર વર્ષે ર૦૧પ-૧૬માં ૪૬.૪૬કરોડ તથા ર૦૧૪-૧પમાં ૩૧.૩૪ કરોડ છે.

આ કંપનીએ ભારતીય બેક પાસેથી ૮ કરોડની લોન લીધી છે. સમય જતાં ઓડીટરે રાજીનામુ આપતા કંપનીએ આવક વેરા, જીએસટી, ટીડીએસ જેવા વેરા ભરેલા નથી. કંપનીએ ર૦૧પ-૧૬માં ૪૬ કરોડ અને ૩૧ કરોડના ટર્ન ઓવર સામે કંપનીએ એમ્પ્લોઈ બેનિફીટ એક્સ પે (કર્મચારી લાભ ખર્ચ ) રૂા.૩.૩૮ લાખ અને તથા ૧.૮૧ લાખ દર્શાવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.