લાલ બસમાં કોરોના ગાઈડલાઈનનું પાલન તો બીઆરટીએસમાંં કેમ નહી?
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, કોરોના કરતા ઓમિક્રોન ઘાતક ઓછો છે પરંતુ ઝડપથી ફેેલાતો હોવાનો દાવો વૈજ્ઞાનિકો-તબીબો કરી રહ્યા છે ત્યારે વહીવટી તંત્રએ સતર્ક થઈ જવાની જરૂર છે. ‘ઘોડા ભાગી છૂટ્યા પછી તબેલાને તાળા મારવા’ જ ેવો ઘાટ સર્જાય નહી.
અમદાવાદ શહેરમાં રોજના ૩૦૦૦ કેસ કોરોનાના આવી રહ્યા છે. તેમાં ઓમિક્રોનના કદાચ ઓછા હોઈ શકે છે. અહીંયા કહેવાનો મતલબ એ છે કે હજુ સાવધાન નહીં થઈએ તો તકલીફ ઉભી થશે. અને આ તકલીફ પબ્લિક ટ્રાન્સપોર્ટના કારણે સર્જાવાની શક્યતાઓ છે.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ) ની કોરોનાના કપરા કાળ દરમ્યાન પ્રશંસનીય કામગીરી જાેવા મળી રહી છે. અત્યારે પણ લાલ બસમાં એક સીટ પર એક જ પેસેન્જરને બને ત્યાં સુધી બેસાડવામાં આવે છ ેતેની સામે ખાનગી બસ ઓપરેટ કરાતી બીઆર ટીએસમાં ભારે ભીડ જાેવા મળી રહી છે.
બેઠેેલાની સોથે ઉભા રહેતા મુસાફરોની સંખ્યા પણ બહોળી જાેવા મળે છે. અમુક બીઆરટીએસની બસો તો ચિક્કાર ભરેલી હોય છે. શું આટલી ભીડને કારણે કોરોના ફેલાશે નહી? બીઆરટીએસમાં વેક્સિન સર્ટીફિકેટની ચકાસણી ક્યારે થશે??લાલ બસમાં અમુક બસોમાં તો જાગૃત કંડકટર સામેથી જ વેક્સિન સર્ટીફિકેટ માંગે છે. અને જુએ છે.
રૂપાલીથી સાણંદ જતી બસ કર્મચારી મુસાફરો પાસે વેક્સિન સર્ટીફિકેટ માંગે છે. આમ, તો વેક્સિનેેશન લગભગ પૂર્ણ થઈ ગયેલ હોવાથી મોટાભાગના પેસેન્જરો પાસે સર્ટીફિકેટ હોય છે. જે પ્રકારે શહેરી વિસ્તારો અને તેમાંય ખાસ કરીને અમદાવાદમાં કોરોનાના કેસમાં ઉછાળો આવી રહ્યો છે ત્યારે અસરકારક નિયંત્રણો સાથે સતર્ક રહેવાની વિશે જરૂર છે.