Western Times News

Gujarati News

બિલ્ડર-કોન્ટ્રાકટરોને વેટની આઈટીસી પરત કરવા માટે જીએસટીની નોટીસો

GST officer nabbedin bribe case by ACB gujarat

(એજન્સી) અમદાવાદ, તાજેતરમાં જ સેન્ટ્રલ અને સ્ટેટ જીએસટી ડીપાર્ટમેન્ટે બિલ્ડર અને કોન્ટ્રાક્ટરે ૧ જુલાઈ ર૦૧૭ એ જીએસટીમાં ટ્રાન્સફર થતાં પહેલાંની ડીમ્ડ ક્રેડીટ મળવા પાત્ર નથી એવી નોટીસો પાઠવી. તેમણે લીધેલી ક્રેડીટ પરત આપવા જણાવ્યુ છે. બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોએ સ્ટોકની આઈટી સી જીએસટીમાં મેળવી હતી. પરંતુ હવે તેમને આ આઈટીસી પરત કરવા નોટીસ અપાઈ છે.

જીએસટીમાં અમલ પહેલાં બિલ્ડરો અને કોન્ટ્રાક્ટર કમ્પોઝીશન સ્કીમમાં વેટમાં ૦.૬૦ પૈસા અને સર્વિસ ટેક્ષમાં ૦.૩પ પૈસા ટેક્ષ ભરવા જવાબદારી હતી.
પરંતુ જીએસટી લાગુ ન પડતા સરકાર જીએસટીનો દર ૧ર ટકા કરતા બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો પાસે પડી રહેલા માલ અને છેલ્લા એક વર્ષમાં કરેલી ખરીદીની એક્સાઈઝ અને વેટની ક્રેડીટ જીએસટી સામે મજરે મળશે એવંુ જણાવ્યુ હતુ. જેને લઈને દરેક કોન્ટ્રાક્ટરેો અને બિલ્ડરોએ આ ક્રેડીટ પોતાના ખાતામાં જમા લઈ જીએસટીની જવાબદારી સામે વપરાશ કર્યો હતો.

પરંતુ સ્ટેટ જીએસટી ડીપાર્ટમેન્ટ દ્વારા આ લીધેલી ક્રેડીટની વિગતો માંગી તેમાંથી લીધેલી વેટની ક્રેડીટ તેમના જૂના પોર્ટલમાં દેખાતી નથી એવું કારણ આગળ ધરી કરદાતાને આ ક્રેડીટ મળવાપાત્ર નથી. તેથી આટલી ક્રેડીટ બિલ્ડર અને કોન્ટ્રાક્ટરોને ચાર વર્ષના વ્યાજ અને દંડ સાથે પરત કરી દેતા નોટીસ પાઠવવામાં આવી હતી.બિલ્ડરો અને કોન્ટ્રાકટરોને આ લાભ મેમ્બરોને ભાવ ઘટાડીને આપી હતી.

હવે જયારે જીએસટી ડીપાર્ટમેન્ટ આ ક્રેડીટ પરત માંગતા ગ્રાહકો પાસેથી કેવી રીતે પરત લેવી તેની મુશ્કેલી ઉભી થઈ છે. આમ, ક્રેડીટ લીધાના સાડા ચાર વર્ષ પછી આવી ક્રેડીટ નહીં મળે એવી નોટીસ પાઠવી આઈટીસી પરત માંગતા બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં મુકાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.