લગ્ન વયમર્યાદા વધારવાનો કાયદો ભારતીય મહિલાઓના સશક્તિકરણની દિશામાં સીમાચિહ્નરૂપ પગલું
અમદાવાદ, આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આપણે ૨૩ જાન્યુઆરી, નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીથી પ્રજાસત્તાક પર્વની ઉજવણી શરૂ કરી દીધી છે.
દેશના વિકાસ સાથે સંકળાયેલા અનેક મુદ્દાઓ પર આ સાથે આગવું સમૂહચિંતન થઈ રહ્યું છે. એ પૈકી એક મહત્વનો મુદ્દો છે મહિલાઓની લગ્ન વય વધારવાનો. હાલમાં આ ઉંમર મર્યાદા ૧૮ વર્ષની છે જે વધારીને ૨૧ વર્ષની કરવાનો સરકારે ર્નિણય કર્યો છે. આ ર્નિણય પર અનેક હકારાત્મક અને નકારાત્મક ચર્ચાઓ ચાલે છે. આવો, આ ર્નિણયના કેટલાક મહત્વપૂર્ણ પાસાઓનું વિશ્લેષણ જાેઈએ.
તાજેતરમાં એક ઐતિહાસિક પગલું લઈને કેન્દ્રીય કેબિનેટે મહિલાઓની કાનુની લગ્ન વયમર્યાદા ૧૮ થી વધારીને ૨૧ વર્ષની કરવાનો ર્નિણય લીધો. આ ર્નિણય નીતિ આયોગ અને એક સ્પેશિયલ ટાસ્કફોર્સ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલ અને ભલામણના આધારે લેવામાં આવ્યો છે.
આ ટાસ્કફોર્સ જયા જેટલીની અધ્યક્ષતામાં બનાવાઈ હતી જેમાં નીતિ આયોગના ડૉ. વી. કે. પોલ તેમજ કાયદો, આરોગ્ય, શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવો સામેલ હતા.
આ ટાસ્કફોર્સ દ્વારા મહિલાઓમાં ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન, લગ્ન વયમર્યાદામાં ફેરફાર કરવાથી બાળ મૃત્યુદરમાં થનારો સંભવિત ઘટાડો, માતા મૃત્યુદર, માતાનું માનસિક આરોગ્ય, બાળક અને માતાની પોષણક્ષમતા, જન્મ સમયે છોકરા છોકરીના જન્મદર વચ્ચેનો તફાવત આ તમામ બાબતો પર તલસ્પર્શી અભ્યાસ હાથ ધરાયો હતો. કેબિનેટના આ ર્નિણયને દેશભરમાંથી ઉમદા પ્રતિભાવ સાંપડ્યો છે, જેમાં જ્ઞાતિ-જાતિના કે ધર્મના ભેદ વગર સહુકોઈએ તેને આવકાર આપ્યો છે. જાે કે દેશના એક વર્ગે તેના પર પ્રશ્ન ઉઠાવ્યા છે, અને તેના જવાબો મળવા પણ જરૂરી છે.
આ ર્નિણય સંદર્ભે એવા આક્ષેપો થઈ રહ્યા છે કે વસ્તી નિયંત્રણ માટે તેને અમલમાં લાવવામાં આવી રહ્યો છે. જાેકે રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વેક્ષણનો ડેટા જાેઈએ તો કંઈક જુદી જ તસવીર સામે આવે છે. આ સર્વે પ્રમાણે ટોટલ ફર્ટિલીટી રેટ ( ટીએફઆર) માં ઘટાડો થઈ રહ્યો છે અને દેશની વસ્તી નિયંત્રણમાં છે. ભારતમાં પહેલીવાર ટીએફઆર ૨.૦ પર પહોંચ્યો છે તે બતાવે છે કે વસ્તી વિસ્ફોટની તીવ્રતા ઘટી રહી છે.
આ સર્વેક્ષણ અંગે ટાસ્ક ફોર્સના અધ્યક્ષા શ્રીમતી જયા જેટલીએ સોઇ ઝાટકીને કહ્યું છે કે “ સર્વેક્ષણ ૧૬ જેટલા વિશ્વવિદ્યાલયો અને ૧૫ બિનસરકારી સ્વૈચ્છિક સંસ્થાઓ (એન.જી.ઓ)ના ફિડબેક દ્વારા તૈયાર કરાયો છે. તેમણે ૨૧ થી ૨૩ વર્ષની વચ્ચેના લગ્નની ઉંમરને લાયક યુવાઓ સાથે સંપર્ક કરીને આ સર્વેક્ષણ હાથ ધર્યું હતું.
જેમાં ખાસ કરીને ગ્રામીણ અને હાંસિયા પરના સમુદાયોનો સમાવેશ કરાયો હતો અને એમાં પણ જે જિલ્લાઓમાં બાળવિવાહની પ્રથા પ્રચલિત છે તેનો ખાસ સમાવેશ કરાયો છે.આ ફીડબેક તમામ ધર્મોના પ્રતિભાવકર્તાઓ પાસેથી, શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાંથી સમાનપણે લેવામાં આવ્યો છે.”
જાે કે હજુ કેબિનેટના ર્નિણયના સ્તરે રહેલી આ બાબતને કાયદામાં પરિવર્તિત કરવા માટે વિવિધ કાયદા જેવા કે ચાઇલ્ડ મેરેજ એક્ટ ૨૦૦૬, સ્પેશિયલ મેરેજ એક્ટ તથા પર્સનલ લો જેવા કે હિન્દુ મેરેજ એક્ટ ૧૯૫૫ વગેરેમાં સુધારા કરવા પડશે. એકવાર કાયદો બન્યા પછી તે દેશની તમામ મહિલાઓ પર ધર્મ કે સમુદાયના ભેદભાવ વગર લાગુ થશે.