Western Times News

Gujarati News

હોર્સ રાઈડીંગની તાલીમ પછી પ્રોફેશ્નલી આગળ વધવાની ઉજળી તક

સેેલિયન હોર્સ રાઈડીંગ સ્કુલના પ્રશિક્ષક રવિકાંતભાઈનું મંતવ્યઃ ગુજરાતમાં હોર્સ રાઈડીંગ પ્રત્યે તંત્રની ઉદાસીનતા

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, શુૃ પ્રોેફેશ્નલ પ્રકારે ઘોડેસ્વારીની તાલીમ લીધા પછી ફ્યુચરમાં કોઈ તક છે?? તો જવાબ છે હા, પરંતુ તેના માટે હિંમત, અથાગ પરિશ્રમ, યોગ્ય માર્ગદૃશન મળવુ જરૂરી છે. સામાન્ય રીતે ‘હોર્સરાઈડીંગ’ ખર્ચાળ હોવાથી તેમાં કોઈ ઝાઝો રસ દાખવતુ નથી.

અમદાવાદમાં પ્રોફેશ્નલી હોર્સ રાઈડીંગ ત્રણથી ચાર સ્થળોએે શિખવાડવામાં આવે છે. બોપલ વિસ્તારમાં સેલિયન હોર્સ રાઈડીંગ સ્કુલમાં રવિકાંતભાઈ પોતે પ્રશિક્ષણ આપે છે.

આ અંગે વિગતો જાણવા રવિકાંતભાઈનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે પ્રોફેશ્નલી હોર્સ રાઇડીંગ શીખવા આવનાર વર્ગ એવરેજ ઓછો છે. એમ છતાં ધીમે ધીમે યુવાઓમાં હોર્સ રાઈડીંગ મુદ્દે એક ક્રેઝ ઉભો થયો છે.

અમારી સંસ્થામાં ગુજરાત સહિત દેશ-વિદેશમાંથી હોર્સ રાઈડીંગ માટે આવે છે. જેમાં મુંબઈ, પૂના અને અમેરીકાથી પણ શીખવા લોકો આવે છે. ૧પ દિવસના સેશનમાં અમારે ત્યાં સઘન વૈજ્ઞાનિક પધ્ધતિથી તાલીમ આપવામાં આવે છે. જાે કે ગુજરાતમાં હોર્સ રાઈડીંગની બાબતમાં તંત્ર ઉદાસીનતા સેવી રહ્યુ છે. નેશનલ લેવલે ચિત્ર થોડુ અલગ છે. ગુજરાતમાં હજુ પ્રોફેશ્નલી આ દિશા તરફ આગળ વધવામાં સમય જાય તેમ છે. ગુજરાતમાં યોગ્ય પ્રોત્સાહનનો અભાવ જાેવા મળી રહ્યો છે એવું જણાઈ રહ્યુ છે.

યુવા પેઢી ધીમે ધીમે હોર્સ રાઈડીંગ તરફ આકર્ષાઈ રહી છે. પરંતુ આમાં ફ્યુચરને લઈને સવાલો જરૂર ઉભા થાય છે. પણ જાે પ્રોફેશ્નલી યોજાતી સ્પર્ધામાં તમે આગળ વધીને જીત મેેળવો તો તેના આધારે વિદેશમાં ઘણી જગ્યાએ સારી નોકરી મળી શકે છે. સારા જાેકી બનવાની સાથે સાથે પ્રોફેશ્નલી ટ્રેનર પણ બની શકાય છે. હોર્સ રાઈડીંગ ખર્ચાઈ હોવાથી સામાન્ય વર્ગને તે પોષાય તેમ નથી. તેથી તેમાં કોઈ ઝાઝો રસ દાખવતુ નથી. જાે કે અમારી સંસ્થામાંથી પ્રોફેશ્નલી ટ્રેેનિંગ મેળવનારા તાલીમાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લઈને પાંચ મેડલ મેળવ્યા છે.

સારી તાલીમ લઈને ‘પ્રોફેશ્નલી આગળ આવવાના ચાન્સ છે. સારો ‘હોર્સ રાઈડર’ વિદેશની સ્પર્ધામાં ઝંપલાવી શકે છે. અહીંયા તેના માટે વિપુલ તકો છે. વિશ્વમાં ભારતની એક માત્ર માઉન્ટેન પોલીસ છે. તેમાં જનારા અને દેશ માટે સેવા કરનાર સૈનિકોને સારો પગાર મળે છે. એટલે પ્રોફેશ્નલી ‘હોર્સ રાઈડીંગ’ કરનારાઓ માટે આગળ વધવાની તકો જરૂર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.