Western Times News

Gujarati News

નડિયાદ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસમય વાતાવરણમાં ઉજવણી

(પ્રતિનિધિ) નડિયાદ, રૂા . ૨૫ લાખ જિલ્લાના વિકાસ માટે એનાયત કરાયા રાજયના પ્રત્યેક નાગરિકને ઘર અંગણે ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળે અને સ્વસ્થ , સલામત અને સુરક્ષીત ગુજરાત રહે એ માટે અમે સતત જાગૃત છીએ ૨/૩ મહિલા અને

બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલએ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે એસ.આર.પી. કેમ્પ , નડિયાદ ખાતે ત્રિરંગો લહેરાવી ધ્વજવંદન કરાવ્યું હતું અને ભારત માતાની હૃદયપૂર્વક વંદન કરી ખેડા જિલ્લાના નાગરિકોને પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી .

પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી મનીષાબેન વકીલની આઝાદી માટે શહીદી વોરનાર નામી અનામી તમામને યાદ કરી નત મસ્તકે વંદના કરવાની સાથે સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા હતા . જિલ્લામાં શ્રેષ્ઠ ફરજાે અદા કરનાર વોરીયર્સને પ્રમાણપત્ર આપી બહુમાન કરી શુભેચ્છાઓ પાઠવી હતી જયારે સ્વાતંત્ર્ય સેનાની શ્રી સવિતાબેનનું શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું .

તેઓશ્રીએ આ પ્રસંગે | સરદાર સાહેબ , મૂક સેવકશ્રી રવિશંકર મહારાજ , ૫.પૂ મહાત્મા ગાંધી , શ્રી ઇન્દુલાલ યાજ્ઞીક , શ્રી બબલભાઇ મહેતા , શ્રીસંતરામ મહારાજ , શ્રી ગોર્વધનરામ ત્રિપાઠી , કવિ બાલાશંકર કંથારીયા , હાસ્ય લેખક શ્રી બકુલ ત્રિપાઠીએ ખેડા જિલ્લાના ગૌરવશાળી બનાવ્યો છે તેમ જણાવ્યું હતું .

તેઓશ્રીએ ઉમેર્યું હતું કે , આ પ્રદેશ ચરોતરના નામે પ્રખ્યાત છે . ઉત્તમ ખેતી અને વનરાજીથી ભરપુર પ્રદેશ રમણીય અને સમૃધ્ધ પ્રદેશ અત્યાત્મિક ક્ષેત્રે તીર્થધામ અને યાત્રાધામ ડાકોર , વડતાલ , નડિયાદ ફાગવેલ અને પરીએજનું પક્ષી અભ્યારણ પણ સી પ્રવાસીઓને મંત્રમુધ્ધ કરે છે .

રાજયના પ્રત્યેક મ નાગરિકને ઘર આંગણે , ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળે અને સ્વસ્થ , સલામત અને સુરક્ષીત નાના ગુજરાત રહે એ માટે અમે સતત જાગૃત છીએ દેશમાં ૧૫૦ કરોડ ઉપરાંતનું રસીકરણ કરી કોરોનને નાથવાના જંગમાં ઇતિહાસ રચ્યો છે .

શ્રધ્યેય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં ટેસ્ટ , ટ્રેસ , ટ્રીટ અને વેક્સિનેશનનો બહુપાંખીયો વ્યુહ અપનાવી વ્યાપક પગલાં લીધા છે . ગરીબ નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવા વિના મૂલ્યે મળી રહે તે માટે એક કરોડથી વધુ લાભાર્થીઓને પીએમ જથ મા કાર્ડ યોજનાના કાર્ડ એનાયત કરાય છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.