હાલોલમાં તસ્કરોએ તોડફોડ કરી ATMમાં ચોરીનો પ્રયાસ કર્યો
પોલીસે એટીએમ અને આસપાસની દુકાનમાં લગાયેલાં સીસીટીવી કેમેરાના આધારે આરોપીઓને ઝડપી લેવા તપાસ આરંભી
(પ્રતિનિધિ)ગોધરા, હાલોલ નગરના દાવડા ખાતે ઓમકાર રેસીડેન્સી ના આગળના ભાગે આવેલ ખાનગી હિટાચી કંપની નું એટીએમ મશીન આવેલ છે જેમાં ગત રાત્રીના સુમારે કેટલાક તસ્કરોએ રાત્રીની કાતિલ ઠંડીનો લાભ ઉઠાવી એટીએમને નિશાન બનાવ્યું હતું
જેમાં હિતાચીના એટીએમમાં ઘૂસી તસ્કરોએ એટીએમ નો આગળનો પતરા નો આખો ભાગ સાધનો વડે તોડી નાખી એટીએમ માં આવેલ કેશ બોક્સને તોડવાનો પ્રયાસ કર્યો હતો જાેકે કેશ બોક્સ તોડવામાં તસ્કરો નિષ્ફળ નિવડ્યા હતા અને એટીએમ મશીન ના આગળના ભાગે નુકસાન પહોંચાડી ત્યાંથી ભાગી ગયા હતા
જેમાં સવારે બનાવની જાણ થતાં હિતાચી કંપનીના એટીએમ સંચાલકો ઘટનાસ્થળે દોડી આવી હાલોલ પોલીસ મથકની ટીમને જાણ કરતાં પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી જેમાં હિતાચી એટીએમના કર્મચારીઓ દ્વારા એટીએમ નું કેસ બોક્સ પોલીસની હાજરીમાં ખોલી ચેક કરતા એટીએમ માં મુકેલ તમામ રોકડ રકમ યથાવત હતા
અને હાશકારો અનુભવ્યો હતો જ્યારે પોલીસે ઝીણવટ ભરી તપાસ કરતા આસપાસની દુકાનો સહિત એટીએમના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી ઘટના અંગે હાલોલ પોલીસ મથકે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.