Western Times News

Gujarati News

કિશન ભરવાડની હત્યા બાદ સમગ્ર રાજ્યમાં ઠેરઠેર વિરોધનો વંટોળ

પેટલાદમાં યુવાનને ધમકી મળતા ચકચાર

(પ્રતિનિધિ)પેટલાદ, ધંધુકામાં કિશન ભરવાડની હત્યા બાદ સમગ્ર રાજ્યમાં ઠેરઠેર વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો છે. કેટલાય શહેરો અને ગામોમાં આ ઘટનાને વખોડવા બંધના એલાનો પણ અપાયા છે.

તેવામાં આજરોજ પેટલાદ ખાતે એક યુવાનને જાનથી મારી નાખવાની ધમકી સાથે ગેમ કરી નાખવાની વાત ઉચ્ચારતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. જાે કે આ અંગે બન્ને પક્ષથી સામ સામે ફરિયાદ નોંધાઈ છે.

પોલિસ સુત્રોના જણાવ્યા મુજબ પેટલાદની રાજરત્નમીલની ચાલીમાં ઈલેશ અરવિંદભાઈ પરમાર રહે છે. આ વીસ વર્ષિય યુવાન પેટલાદની કોલેજમાં અભ્યાસ કરે છે. ગત રોજ સાંજે પાંચ કલાકના સુમારે ઈલેશના મિત્ર હાની સૈયદે મોબાઈલ ઉપર કોલ કર્યો હતો.

જેમા હાની સૈયદે ઈલેશને કહ્યું હતુ કે આજરોજ મારો જન્મ દિવસ હોવા છતા કેમ સવારથી ફોન નથી કરતો ? ઉપરાંત તુ વોટ્‌સઅપ સ્ટેટસમાં શા માટે ધાર્મિક સ્ટેટસ જ મુક્યા કરે છે ? આ વાત કરતા જ બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ હાની સૈયદે ઉશ્કેરાઈ જઈ ગમેતેમ બોલી ઈલેશને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી.

જે અંગેની ફરિયાદ પેટલાદ ટાઉન પોલીસ મથકે નોંધાતા હાની સૈયદ વિરૂદ્ધ આઈપીસી કલમ પ૦૭ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાની સૈયદે પણ ઈલેશ પરમાર વિરૂદ્ધ પેટલાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ક્લિપ વાયરલ થતા ખળભળાટ –ઈલેશ પરમાર અને હાની સૈયદ વચ્ચે મોબાઈલ ઉપર થયેલ વાતચીતની ઓડિયો ક્લિપ સોશ્યલ મિડીયા ઉપર વાયરલ થતા શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઓડિયો ક્લિપના આધારે હાની સૈયદે ઈલેશ પરમારને કહ્યું હતુ કે સોમવારે તારે જેટલા લોકોને લઈ આવવુ હોય તેટલા લોકોને લઈ આવજે પરંતુ તુ કોલેજથી ઘેર જશે નહી, ઉપરાંત તારી ગેમ થઈ જશે તેવા શબ્દો પણ ઉચ્ચાર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.