વિભૂતિ નારાયણ ભિખારીના સ્વાંગમાં તિવારી પાસેથી 10 લાખ પડાવશે?
એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈનો મનમોહન તિવારી (રોહિતાશ ગૌર) કહે છે, “તિવારીને જાણવા મળે છે કે તેની પત્ની અંગૂરી (શુભાંગી અત્રે)ના જીવનને ખતરો છે. આથી તે બાબા ખરે ખોટેશ્વરની સલાહ લે છે, જે તેને તેની પત્નીનું રક્ષણ કરવા દાન કરવાની સલાહ આપે છે.
વિભૂતિ (આસીફ શેખ) તેમનો વાર્તાલાપ સાંભળે છે અને ભિખારીના સ્વાંગમાં તિવારી પાસેથી 10 લાખ રૂપિયા પડાવવાની ચાચા સાથે યોજના બનાવે છે. જોકે અનિતા ભાભી (નેહા પેંડસે) તેની પાસેથી એક ભિખારી ભીખ માગે છે, જે પછી કમિશનરની મદદથી કાનપુરને ભિખારીમુક્ત કરવાની ઝુંબેશ શરૂ કરે છે. આથી વિભૂતિ તિવારી પાસેથી નાણાં પડાવવામાં સફળ થશે કે પછી શહેરની બહાર ફેંકાઈ જશે તે જોવાનું રસપ્રદ બની રહેશે?”
ચોંકાવનારાં ટ્વિસ્ટ આ હપ્તામાં એન્ડટીવી પર!
એન્ડટીવી પર આગામી સપ્તાહમાં તેના શો બાલ શિવ, ઘર એક મંદિર- કૃપા અગ્રસેન મહારાજા કી, ઔર ભાઈ ક્યા ચલ રહા હૈ? હપ્પુ કી ઉલટન પલટનઅને ભાભીજી ઘર પર હૈમાં ઘણા બધા ચોંકાવનારા વળાંકો જોવા મળવાના છે.
એન્ડટીવી પર બાલ શિવની દેવી પાર્વતી (શિવ્યા પઠાણિયા) કહે છે, “દેવી પાર્વતીએ બાલ શિવ (આન તિવારી)ને શિવ અને સતીની સતીના સ્વયંવર વિશેની વાર્તા કહેવાનું ચાલુ રાખ્યું છે. સતીનો પિતા દક્ષ (તેજ સપ્રુ) સ્વયંવરનું આયોજન કરે છે, જેથી શિવ અને સતી એકત્ર નહીં આવે.
સ્વયંસવર દરમિયાન સતી આંખો બંધ કરીને મનમાં શિવ વિશે વિચારીને હવામાં પુષ્પહાર ઉછાળે છે, જે શિવના ગળામાં પડે છે અને તેમનાં લગ્ન થયાં હોવાનું માનવામાં આવે છે.
દરમિયાન બાલ શિવને મહાસતી અનુસૂયા (મૌલી ગાંગુલી)ના ઉપવાસની યાદ અપાવવામાં આવે છે અને તે વાર્તા કથન વચ્ચે તેને ખવડાવવા માટે દોડી જાય છે. ઉપવાસ છોડ્યા પછી અનુસૂયા બાલ શિવને પાર્વતીના ઘરે લઈ જાય છે અને તે આવે નહીં ત્યાં સુધી આ જગ્યા છોડીને નહીં જવાનું વચન આપે છે, કારણ કે તેણે શ્રી અને નારાયણને લેવા માટે આશ્રમમાં જવાનું છે. જોકે માર્ગમાં તેની પર વૃષભસુર હુમલો કરે છે. બાલ શિવ મહાસતી અનુસૂયાને કઈ રીતે બચાવશે?”
એન્ડટીવી પર “ઘર એક મંદિર- કૃપા અગ્રસેન મહારાજા કી”માં સંધ્યા ગુપ્તા (ઈશિતા ગાંગુલી) કહે છે, “સંધ્યા વિક્રાંત સાથે તેનાં લગ્ન સફળતાથી તોડે છે, જેને લીધે મૂંઝવણ પેદા થાય છે અને અમુક અણધાર્યા વળાંકો આવે છે. તેની યોજનાનો સફળતાથી અમલ કરવાથી સંધ્યા હોટેલમાં શરાબ ઢીંચે છે અને તેનો પ્રેમ કબૂલ કરવા અને તેને પાછો મેળવવા માટે વરુણ (અક્ષય મ્હાત્રે)ને કોલ કરે છે.
આનાથી ત્રસ્ત વરુણ ગેરસમજૂતી દૂર કરવા માટે ગેંડા (શ્રેણુ પરીખ)ને કહે છે. દરમિયાન અણધાર્યા વળાંકોમાં શરાબના નશામાં મનીષ (વિશાલ નાયક) સંધ્યાને દિલાસો આપવાને બહાને તેની સાથે બળજબરી કરવાનું શરૂ કરે છે. તે જ સમયે ગેંડા હોટેલમાં પ્રવેશ કરે છે. આ પછી શું થાય છે? શું ગેંડા સંધ્યાને બચાવી શકશે અથવા સ્થિતિ વિશે ગેરસમજૂતી કરશે?”
એન્ડટીવી પર ઔર ભાઈ ક્યા ચલ રહા હૈ?ની સકિના મિરઝા કહે છે, “બિનશરતી પ્રેમ અને સંબાળ માટે સાસરિયાંનો આભાર માનવા શાંતિ (ફરહાના ફાતેમા) અને સકિના બંને બાઉજી અને અમ્મી જાનને શું ગમે છે તે સમજવાનો પ્રયાસ કરે છે. શાંતિને એવું જાણવા મળે છે કે બાઉજી તેની પત્નીની 25મી પુણ્યતિથિ ધામધૂમથી મનાવવા માગે છે,
જ્યારે સકિના જાણે છે કે અમ્મી જાનને ભવ્ય બર્થડે ઉજવણી જોઈએ છે. આથી બંને પરિવારો આ કાર્યક્રમો માટે તૈયારી શરૂ કરે છે. બિટ્ટુ (અન્નુ અવસ્થી) અને પપ્પુ (સંદીપ યાદવ) અપમાન માટે વેર વાળવા એકબીજા સામે તેમને ઉશ્કેરે છે. શું બિટ્ટુની યોજના સફળ થશે અને શાંતિ અને સકિના વચ્ચે વેર પેદા થશે?”
એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનનો દરોગા હપ્પુ સિંહ (યોગેશ ત્રિપાઠી) કહે છે, “પત્નીને ખુશ કરવા માટે હપ્પુ ગબ્બરના વખાણ કરવાનું શરૂ કરે છે, જેને લીધે તેનો સ્વ. પિતા ખોડી ઈર્ષા કરે છે અને તેની હત્યા ગબ્બરે કરી છે એવો આરોપ કરે છે. હપ્પુ દ્વારા વખાણ અપમાનમાં પલટાય છે,
જેને લીધે રાજેશ (કામના પાઠક) અને બિમલેશ (સપના સિકરવાર) નારાજ થાય છે, જેને કારણે પરિવારમાં ભાગલા પડે છે. પપ્પુ પોતાના સ્વ. પિતાની નિર્દોષતા કઈ રીતે સાબિત કરશે અથવા શું પરિવારમાં મોટો ઝઘડો પેદા કરનાર ખોડીના આરોપોને તે ભોગ બનશે?”