Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨.09 કેસ નોંધાયા

નવી દિલ્હી, દેશમાં કોરોનાના નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળ્યો છે. નવા ૨.૦૯ લાખની આસપાસ કેસ નોંધાયા છે. જાે કે મૃત્યુઆંક વધી રહ્યો છે તે ચિંતાજનક છે. ગઈ કાલે દેશમાં કોરોનાના નવા ૨,૩૪,૨૮૧ કેસ નોંધાયા હતા જ્યારે ૮૯૩ લોકોના એક દિવસમાં મોત નોંધાયા હતા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી નવા ૨,૦૯,૯૧૮ કેસ નોંધાયા છે. આ દરમિયાન ૨,૬૨,૬૨૮ લોકો કોરોનાને માત આપીને રિકવર પણ થયા છે. હાલ દેશમાં ૧૮,૩૧,૨૬૮ દર્દીઓ સારવાર હેઠળ છે જે કુલ કેસના ૪.૪૩% છે.

ડેઈલી પોઝિટિવિટી રેટ ૧૫.૭૭% છે. નવા કેસમાં ૧૦.૪% નો ઘટાડો જાેવા મળ્યો છે. નવા કેસ તો ઘટવા માંડ્યા છે પણ મોતનો આંકડો વધી રહ્યો છે તે ચિંતાજનક બાબત કહી શકાય. છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી કોરોનાના કારણે ૯૫૯ લોકોના મૃત્યુ થયા છે. ગઈ કાલે ૮૯૩ લોકોના મોત નોંધાયા હતા. કોરોનાને નાથવા માટે દેશમાં રસીકરણ અભિયાન પણ મોટાપાયે ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં કોરોના રસીના ૧,૬૬,૦૩,૯૬,૨૨૭ ડોઝ આપવામાં આવેલા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.