Western Times News

Gujarati News

એવું તે શું થયું બીગબોસ-15ના ફિનાલેમાં કે, સલમાન ખાન ભાવૂક થઈ રડી પડયો

મુંબઈ,  ટીવી રિયાલિટી શો ‘બિગબોસ-15’ના વિનર જાહેર થયા છે. આ શોમાં ટીવીની નટખટ અને સુંદર એકટ્રેસ તેજસ્વી પ્રકાશ વિનર બની છે. જ્યારે પ્રતીક સહજપાલ ફર્સ્ટ રનર્સ અપ રહ્યો છે.

તેજસ્વીને ટ્રોફીની સાથે 40 લાખ રૂપિયાની મની પ્રાઈઝ મળી છે. આ સીઝનમાં ટોપ-4માં કરણ કુંદ્રા અને નિશાંત ભટ્ટ પણ હતા પરંતુ નિશાંતે ઓપ્શનમાં આપેલા 10 લાખ રૂપિયા લઈને શો છોડી દીધો હતો.

સલમાન ખાને ગ્રાન્ડ ફિનાલેમાં બે ફાઈનલિસ્ટોના હાથ પકડીને વિનરનું નામ જાહેર કયુર્ં હતું. ફેન્સ વિનર તેજસ્વીને અભિનંદનવર્ષા કરી રહ્યા છે. બિગબોસ-15ની આ સીઝનમાં પ્રાઈઝ મની 50 લાખ હતી જેમાંથી બ્રીફકેસવાળા ટાસ્ક દરમિયાન 10 લાખ રૂપિયા કપાઈ ગયા હતા.

ટ્રોફી અને રૂા.40 લાખની મનીપ્રાઈઝ સાથે તેજસ્વી ઝૂમી ઉઠી: પ્રતીક સહજપાલ ફર્સ્ટ રનર્સઅપ જાહેર: બિગબોસ-13ના વિનર સ્વ.સિધ્ધાર્થ શુકલાને યાદ કરી તેજસ્વીએ ડાન્સ કરી શ્રધ્ધાંજલિ આપતા વાતાવરણ ગમગીન બન્યું: 

બિગબોસ-15ના ફિનાલેમાં એકસવિનર્સથી લઈને હાલના સ્પર્ધકોએ જોરદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. જો કે ફિનાલેનો માહોલ ત્યારે ગમગીન થઈ ગયો. જ્યારે શહેનાઝ સ્વ.સિધ્ધાર્થ શુકલાને ટ્રીબ્યુટ આપવા આવી. બિગબોસ-13ના વિનર અને દિવંગત એકટર સિધ્ધાર્થ શુકલાને શહેનાઝે ડાન્સ કરીને શ્રધ્ધાંજલિ આપી હતી.

આ પર્ફોર્મન્સની મદદથી સિધ્ધાર્થે 13મી સીઝનની સફરને યાદ કરી હતી. શહેનાઝનું પર્ફોર્મન્સ જોઈને તમામ લોકો ભાવૂક થઈ ગયા હતા. જ્યારે શહેનાઝ સિધ્ધાર્થને યાદ કરીને રડવા લાગી તો સલમાન ખાને ભાવૂક થઈ શહેનાઝને ગળે લગાવી લીધી અને તેને શાંત કરી હતી.

આ દરમિયાન ખુદ સલમાન ખાન રડી પડયો હતો. બિગબોસ-15ની ટ્રોફી જીત્યા બાદ તેજસ્વી પ્રકાશે ફેમિલી અને ફેન્સની સાથે સાથે કરણ કુંદ્રાનો પણ આભાર માન્યો હતો.

એન્જીનીયર તેજસ્વી જોતજોતામાં પોપ્યુલર ટીવી એકટ્રેસ બની ગઈ!
બિગબોસ-15 ની વિનર તેજસ્વી પ્રકાશ ટીવીની નટકટ અને ખૂબસુરત એકટ્રેસ છે.10 જુન 1992 માં તેનો જન્મ સાઉદી અરબના જેદામાં થયો હતો.

તેમના પિતા પકાશ વયંગકર અને ભાઈ પ્રતિક એન્જીનીયર છે.તેજસ્વી બાળપણથી જ એન્જીનીયર બનવા માંગતી હતી અને સમયની સાથે એન્જીનીયર બની પણ ગઈ હતી. તેણે ઈલેકટ્રોનિકસ અને ઈન્ફર્મેશન એન્જીનીયરીંગમાં ગ્રેજયુએશન કર્યું હતું પણ કેટલાંક સમય બાદ તેણે ફેસલો બદલીને એકટ્રેસ બનવાનું નકકી કરેલુ.

તે માત્ર 18 વર્ષની વયે ટીવી પર આવી હતી. તેની પ્રથમ સીરીયલ 2612 છે જે વર્ષ 2012 માં પ્રકારીત થઈ હતી. ત્યારબાદ તે ‘સ્વરાગીની’, ‘જોડે રિશ્તે કા સુર’ ‘પહેરેદાર પિયા કી’, સિલસિલા બદલતે રિશ્તે કા જેવી લોકપ્રિય સીરીયલમાં ચમકી હતી. આ ઉપરાંત ફીયર ફેકટર ખતરો કે ખિલાડી, કિચન ચેમ્પીયન-5 કોમેડી નાઈટસ લાઈવ જેવા અનેક રિયાલીટી શોમાં પણ તે લોકપ્રિય થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.