ખેડબ્રહ્મા તાલુકાના ગોતાના મહંત દ્વારા ધાબળા વિતરણ કરાયા
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ખેડબ્રહ્મા તાલુકાના ગોતા કંપા સ્થિત અખંડ આનંદ કોલેજના ગાદીપતિ સંત શ્રી શાંતિદાસ મહારાજ દ્વારા ખેડબ્રહ્મા શહેરના ઈનદીરાનગર જેવા પછાત વિસ્તારમાં કાચા ઝુંપડા
બાંધી રહેતા વિચરતી જાતિના ગરીબ લોકોને શિયાળાની કડકડતી ઠંડીમાં ઠંડીથી રક્ષણ મળે તે માટે ગરમ ધાબળા નું વિતરણ કરી એક માનવી કાર્ય કર્યું હતું.
શાંતિદાસ મહારાજ દ્વારા સત્સંગ ભજન કાર્યક્રમ ઉપરાંત માનવીય, સામાજિક અને જરૂરિયાતમંદ લોકોને મદદ રૂપ થાય તેવા કાર્યક્રમો અવારનવાર કરાય છે. ઘણા તહેવારોમાં ગરીબ લોકોને મીઠાઈ તેમજ ઉતરાયણે બાળકોને પતંગ તથા ચીકી વિગેરે વહેંચવામાં આવે છે.
આજના આ પ્રસંગે શ્રી શાંતિનાથ મહારાજ સાથે ગલોડીયા એનજીઓના સંચાલક શ્રી વિનોદભાઈ હરીભાઇ પટેલ તથા આરએસએસના વિક્રમભાઈ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.