Western Times News

Gujarati News

એક શખ્સનું અપહરણ કરી ૯ કરોડના બિટકોઈન પડાવ્યા

સિસરા, એક વિચિત્ર કેસમાં પોલીસ પર એક વ્યક્તિનું અપહરણ કરીને તેની પાસેથી ૯ કરોડ રુપિયાના બિટકોઈન પડાવી લેવાનો આરોપ લાગ્યો છે. આ કેસમાં હરિયાણા પોલીસમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા શિવ કુમાર અને અન્ય ચાર પોલીસકર્મી આરોપી છે.

સોનિપત પોલીસ સ્ટેશનમાં કાર્યરત આ પાંચેય પોલીસકર્મી પર ફરિયાદીના વોલટમાંથી ૯ બિટકોઈન અન્ય વોલેટમાં ટ્રાન્સફર કરી લીધાનો આરોપ છે.

ફરિયાદ અનુસાર, હરિયાણા પોલીસના આ પાંચેય કર્મચારી ફરિયાદી અને તેના મિત્રને જયપુરથી ઉઠાવીને સોનિપત જિલ્લાના ખારખોડામાં આવેલા એક ફાર્મહાઉસમાં લઈ આવ્યા હતા. આ મામલે ઝીરો એફઆઈઆર નોંધીને તેની વધુ તપાસ જયપુર પોલીસને સોંપવામાં આવી છે.

અત્યારસુધીની તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, ફરિયાદી શશિકાંત પોતે પણ ઠગાઈના કેસનો ભાગેડું આરોપી છે. ૨૦૧૩માં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જાેકે, તે ક્યારેય કોર્ટમાં હાજર ના રહેતા તેને ભાગેડું જાહેર કરાયો હતો.

૨૩ જાન્યુઆરીએ તેની ધરપકડ કરીને પોલીસે બીજા દિવસે તેને કોર્ટમાં હાજર કર્યો હતો. રાજસ્થાનના સિસરા પોલીસ સ્ટેશનના ઈનચાર્જ ઈન્સપેક્ટરના જણાવ્યા અનુસાર શશિકાંતના નિવેદનને આધારે સોનિપત પોલીસના એએસઆઈ અને ચાર અન્ય કર્મચારીઓ વિરુદ્ધ અપહરણ કરી વ્યક્તિને ગોંધી રાખવા તેમજ તેની પાસેથી ખંડણી વસૂલ કરવાના આરોપમાં કલમ ૩૬૫, ૩૮૪, ૧૨૦બી હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પોતાની ફરિયાદમાં શશિકાંતે જણાવ્યું હતું કે, તે ડિજિટલ ક્રિપ્ટોકરન્સીનું કામકાજ કરે છે અને તેના દ્વારા જ તેની ઓળખાણ એએસઆઈ સાથે થઈ હતી. ૨૨ જાન્યુઆરીના રોજ ફરિયાદી જયપુર સ્થિત પોતાના મિત્રના ફ્લેટ પર હતો ત્યારે હરિયાણા પોલીસના પાંચ લોકો એક એસયુવીમાં ફ્લેટ પર પહોંચ્યા હતા અને ત્યાંથી તેને અને તેના મિત્રને ઉઠાવી લીધા હતા.

હરિયાણા પોલીસ શરુઆતમાં ફરિયાદી અને તેના મિત્રને ખારખોડા પોલીસ સ્ટેશન લઈને ગઈ હતી. જાેકે, ત્યાં આ બંનેને ગેરકાયદે રીતે લોકઅપમાં રાખવાનો ઈનકાર કરી દેવાતા તેમને એક ફાર્મહાઉસમાં લઈ જઈ ગોંધી રાખવામાં આવ્યા હતા.

ત્યારબાદ શશિકાંત પાસેથી બળજબરીપૂર્વક તેની પત્નીને વોટ્‌સએપ કોલ કરાવાયો હતો અને તેની પાસેથી ૩૦ બિટકોઈન અન્ય વોલેટમાં ટ્રાન્સફર કરાવી લેવાયા હતા. ફરિયાદ અનુસાર, આ બિટકોઈનની વેલ્યૂ ૯ કરોડ રુપિયા જેટલી થાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.