અભિનેત્રી મૌની રોય ગૃહપ્રવેશ વખતે ઈમોશનલ થઈ ગઈ
મુંબઇ, એક્ટ્રેસ મૌની રોયે બિઝનેસમેન સૂરજ નામ્બિયાર સાથે ૨૭ જાન્યુઆરીએ ગોવામાં લગ્ન કર્યા હતા. મૌની અને સૂરજના લગ્ન બંગાળી અને મલયાલી રિવાજાે મુજબ થયા હતા. લગ્ન બાદ મૌની પોતાના પતિ સાથે મુંબઈ પરત ફરી હતી. એરપોર્ટ પર ન્યૂલીવેડ કપલ જાેવા મળ્યું ત્યારે મૌનીએ લાલ રંગની સાડી પહેરી હતી. હાથમાં ચૂડો, ગળામાં મંગળસૂત્ર અને માંગમાં સિંદૂર સાથે મૌની સુંદર લાગતી હતી.
જ્યારે સૂરજે વ્હાઈટ કુર્તો પહેર્યો હતો. મૌની પોતાના સાસરે પહોંચી ત્યારે તેનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. મૌનીએ ગૃહપ્રવેશની ઝલક બતાવતા વિડીયો ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યા હતા. ૩૦ જાન્યુઆરીએ મૌની અને સૂરજ પરત ફર્યા હતા. દરેક નવી વહુનો ઘરમાં કંકુ પગલાં પાડવાથી પ્રવેશ થાય તેમ મૌનીનો પણ થયો હતો.
મૌનીએ સૌથી પહેલા ચોખા ભરેલો કળશ પગથી ઊંધો વાળ્યો હતો અને ત્યાર પછી કંકુના પાણીવાળી થાળમાં પગ મૂક્યો હતો. જે બાદ કંકુ પગલે ઘરમાં પ્રવેશ કર્યો હતો. આ ગૃહપ્રવેશ વખતે મૌની થોડી ભાવુક જાેવા મળી હતી. આ રસમ નિભાવતી વખતે તેનો પતિ સૂરજ નામ્બિયાર પણ સાથે હતો. જ્યારે કપલના મિત્રો ડાન્સ કરી રહ્યા હતા. નવદંપતીને કોડાકોડીની રમત રમાડવામાં આવે છે.
ત્યારે સૂરજ અને મૌની પણ દૂધ-પાણી ભરેલી થાળમાંથી વીંટી શોધવાની રમત રમ્યા હતા. ગુલાબની પાંખડીઓ અને દૂધ-પાણીવાળા થાળમાંથી મૌનીએ વીંટી શોધી લેતાં તેના મિત્રોએ બૂમો પાડીને તેને વધાવી લીધી હતી.
સાથે જ કહ્યું હતું કે, તેના શોપિંગના શોખ પૂરા થશે. આ રમતમાં પતિ કે પત્ની બેમાંથી જે પહેલા વીંટી શોધી લે તેનું તેમના સંસાર પર રાજ ચાલશે તેમ કહેવાય છે ત્યારે મૌનીએ પહેલા વીંટી શોધી લેતાં તેના મિત્રો ઘેલમાં આવી ગયા હતા. મૌનીના ગૃહપ્રવેશ બાદ મિત્રો સાથે નાનકડા ગેટ-ટુ-ગેધરનું આયોજન કર્યું હતું.
જેમાં મૌનીનો બેસ્ટફ્રેન્ડ અર્જુન બિજલાની તેની પત્ની નેહા સહિતના મિત્રો જાેવા મળે છે. ઉલ્લેખનીય છે કે, ૨૭ તારીખે લગ્ન બાદ મૌની અને સૂરજનું ૨૮ જાન્યુઆરીએ સંગીત યોજાયું હતું. સંગીતમાં કપલે ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. આ સિવાય એક્ટ્રેસના મિત્રો પણ મન ભરીને નાચ્યા હતા.SSS