Western Times News

Gujarati News

રાકેશ બાપટ ચાર બાળકો ઈચ્છે છે, શમિતા શેટ્ટી ચોંકી

મુંબઇ, ૨૯ અને ૩૦ જાન્યુઆરી એમ બે દિવસ બિગ બોસ ૧૫નું ગ્રાન્ડ ફિનાલે યોજાયું હતું. જેમા વિનર તરીકે તેજસ્વી પ્રકાશની જાહેરાત કરવામાં આવી. ફર્સ્‌ટ રનર અપ પ્રતીક સહજપાલ, ત્રીજા નંબરે કરણ કુંદ્રા તો ચોથા નંબર પર શમિતા શેટ્ટી રહી હતી.

શમિતા શેટ્ટી ત્રીજીવાર બિગ બોસના ઘરમાં ગઈ હતી અને તેને ટ્રોફી જીતવા માટેની પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી. જાે કે, તેમ થયું નહીં. બિગ બોસ ૧૫ના ફિનાલે એપિસોડ દરમિયાન દરેક ફાઈનાલિસ્ટના પરિવારના સભ્યો તેને સપોર્ટ કરવા માટે આવ્યા હતા.

જેમાં શમિતા શેટ્ટીને સપોર્ટ કરવા માટે બોયફ્રેન્ડ રાકેશ બાપટ આવ્યો હતો. આ દરમિયાન ખૂબ મજાક-મસ્તી થઈ હતી. તો સલમાને દરેકને સ્પિન ધ વ્હીલ ગેમ પણ રમાડી હતી. ગેમમાં જ્યારે શમિતા શેટ્ટીનો વારો આવ્યો ત્યારે સલમાન ખાને તે કેટલા બાળકો ઈચ્છે છે તેમ પૂછ્યું હતું.

શમિતા શેટ્ટીએ ‘બે બાળકો’ તેવો જવાબ આપ્યો હતો. જાે કે, રાકેશ બાપટને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેને કેટલા બાળકો જાેઈએ છે અને તેણે જે જવાબ આપ્યો તે સાંભળીને શમિતા શેટ્ટી પણ ચોંકી ગઈ હતી. સલમાન ખાને જ્યારે રાકેશ બાપટને બાળકો વિશે પૂછ્યું ત્યારે તેણે સહેજ પણ વિચાર્યા વગર ‘બે વખત ટિ્‌વન્સ એમ કહ્યું હતું.

રાકેશનો અર્થ ચાર બાળકો હતો તેમ જાણીને શમિતા ચોંકી ગઈ હતી. શમિતાએ કહ્યું હતું કે, તે બહાર જઈને તેની સાથે વાત કરશે. શમિતા શેટ્ટી અને રાકેશ બાપટની મુલાકાત બિગ બોસ ઓટીટી દરમિયાન થઈ હતી. બંને પહેલા એકબીજાના કનેક્શન હતા અને ત્યારબાદ પ્રેમમાં પડ્યા હતા. શો ખતમ થયા બાદ બંને કેટલીકવાર ડેટ પર પણ ગયા હતા. જાે કે, તે પછી શમિતા શેટ્ટી બિગ બોસ ૧૫મા ગઈ હતી.

થોડા અઠવાડિયા બાદ રાકેશ બાપટની પણ વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે એન્ટ્રી થઈ હતી. જાે કે, તેને કિડની સ્ટોનની તકલીફ થતાં બહાર થવું પડ્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.