Western Times News

Gujarati News

હર્ષના બર્થ ડે પર ભારતી સિંહે સુંદર સરપ્રાઈઝ આપી

મુંબઈ, ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા તેમની કોમિક ટાઈમિંગ માટે જાણીતા છે. કપલ તેમના જાેક્સથી ફેન્સને હસાવતા રહે છે. ૩૦મી જાન્યુઆરીએ હર્ષ લિંબાચિયાનો બર્થ ડે હતો અને ભારતી સિંહે તેને સુંદર સરપ્રાઈઝ આપી હતી. ભારતી સિંહ હાલ પ્રેગ્નેન્ટ છે અને તેને સાતમો મહિનો ચાલી રહ્યો છે ત્યારે પ્રેગ્નેન્સી ચેકિંગ માટે તે હર્ષને લઈને હોસ્પિટલ લઈ હતી અને પાછળથી ડેકોરેશન કરાવ્યું હતું.

ભારતી સિંહે તેની યુટ્યુબ ચેનલ પર બર્થ ડે સેલિબ્રેશનનો વીડિયો શેર કર્યો છે. જેમાં જાેઈ શકાય છે કે, વાદળી, સિલ્વર કલરના ફુગ્ગાથી ઘરનો ખૂણો સુંદર રીતે સજાવ્યો છે. જેના પાસે એક બોર્ડ પર મોટા અક્ષરથી હેપ્પી બર્થ ડે હર્ષ લખેલુ છે. જ્યારે ટેબલ પર બે કેક પડેલી છે.

સરપ્રાઈઝ જાેઈને તે ખુશ થઈ જાય છે. ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાની મસ્તી-મજાક ચાલતી રહે છે. સેલિબ્રેશનમાં પણ તેની ઝલક જાેવા મળી. હર્ષ જ્યારે કેક ખવડાવે છે ત્યારે ભારતી મોટી બાઈટ લે છે જેને જાેઈને હર્ષ કહે છે ‘આટલી મોટી બાઈટ કોણ લે?.

સરપ્રાઈઝ માટે બાદમાં હર્ષ ભારતીનો આભાર પણ માને છે. હર્ષ લિંબાચિયા અને ભારતી સિંહ કેક કટિંગ કર્યા બાદ એકબીજા પર ફોન સ્પ્રે પણ કરે છે. જેના કારણે ફ્લોર ગંદુ થઈ જાય છે. જે બાદ ભારતી હર્ષને કહે છે આ બધો પ્રેમ વીડિયો માટે હતો. પોતું કર અહીંયા.

મને મારા પતિ પ્રત્યે ખૂબ પ્રેમ છે. હર્ષ લિંબાચિયાના સેલિબ્રેશનમાં માત્ર ૨-૩ સભ્યો જ હાજર રહ્યા હતા. ભારતી સિંહે વીડિયોમાં તેમ પણ જણાવ્યું છે કે, કોરોનાની સ્થિતિ અને તે પ્રેગ્નેન્ટ હોવાથી મિત્રોને બોલાવી શકી નથી.

હર્ષ લિંબાચિયાના બર્થ ડે પર ભારતી સિંહે તેનો એક ફની વીડિયો પણ શેર કર્યો હતો. જેની સાથે તેણે લખ્યું હતું હેપ્પી બર્થ ડે. આઈ લવ યુ. જણાવી દઈએ કે, ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના લગ્ન ડિસેમ્બર, ૨૦૧૭માં થયા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.