જમાલપુરમાં કિશન ભરવાડની હત્યાનું કાવતરું રચાયું હતું
અમદાવાદ, બહુચર્ચિત ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં મંગળવારે ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડે જાહેરાત કરી કે આરોપીઓ સામે UAPA ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. ૨૫ જાન્યુઆરીએ બાઈક પર આવેલા બે શખ્સોએ ગોળી મારીને કિશન ભરવાડની હત્યા કરી હતી.
કથિત રીતે કિશન ભરવાડે સોશિયલ મીડિયા પર ઈસ્લામ અંગે વાંધાનજક પોસ્ટ મૂકતાં તેની હત્યા કરવામાં આવી હતી. કેસની તપાસ દરમિયાન હત્યાના આરોપમાં કિશન પર ગોળી ચલાવનાર શબ્બીર ચોપડા, તેના સાગરીત ઈમ્તિયાઝ પઠાણ, જમાલપુરના મૌલવી મોહમ્મદ ઐયુબ, દિલ્હીના દરિયાગંજના મૌલવી મૌલાના કમર ગની ઉસ્માની અને રાજકોટના બે શખ્સ વસીમ સમા અને અઝીમ સમાની ધરપકડ કરવામાં આવી છે.
UAPAના એક અધિકારીએ કહ્યું, કિશન ભરવાડ હત્યા કેસની તપાસ દરમિયાન બહાર આવ્યું કે, આરોપીઓ આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. જેથી તેમની સામે UAPA અને ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, એટીએસના અધિકારીઓએ ઉસ્માનીની પૂછપરછ શરૂ કરી ત્યારે તેણે કોઈ શબ્બીરને જાણતો ના હોવાનું રટણ શરૂ કર્યું હતું. ત્યારે અધિકારીઓ શબ્બીરને લઈને આવ્યા અને તેણે ઉસ્માનીને જાેઈને મૌલાના સલામ કહેતાં જ તેનું જૂઠ્ઠાણું પકડાઈ ગયું હતું. જાેકે, આ કેસમાં હજી ઘણી ચોંકાવનારી વાતો સામે આવશે તેમ અધિકારીઓનું માનવું છે.
મીડિયા રિપોર્ટ મુજબ, જમાલપુરના મૌલાના ઐયુબના ઘરની સામેના મદરેસામાંથી એરગન મળી છે. તેનાથી તેઓ પ્રેક્ટિસ કરતાં હતા. મૌલાના ઐયુબના ઘરમાં શોધખોળ કરવામાં આવી હતી ઉપરાંત તે જે મદરેસા ચલાવતો હતો ત્યાં પણ તપાસ થઈ હતી. ત્યાંથી એરગન અને વાંધાજનક દસ્તાવેજાે તેમજ સાહિત્ય મળી આવ્યું છે. આ વસ્તુઓ પોલીસે જપ્ત કરી છે.
પૂછપરછ દરમિયાન તેણે કહ્યું કે, તેણે ઉર્દૂ અને ગુજરાતીમાં પુસ્તકો લખ્યા છે જે તે લોકોને આપતો હતો. ઉપરાંત એરગન લાવીને શબ્બીર સાથે પ્રેક્ટિસ કરી હોવાનું પણ સ્વીકાર્યું છે.
ગયા વર્ષે જ થોરાળાના અઝીમ સમાએ તેમને પિસ્ટલ અને કારતૂસ આપ્યા હતા. કિશનની હત્યા કરવાનું નક્કી કર્યા બાદ શબ્બીર અને ઐયુબ, મૌલાના ઉસ્માનીને મળ્યા હતા. તેમણે કંઈક નવું કરવાનું કહ્યું હતું. આમાં ઉસ્માનીએ તેમને લીગલ સપોર્ટ આપવાનો પણ વાયદો કર્યો હતો. ત્યારબાદ બાદ જમાલપુરમા ઐયુબના ઘરે શબ્બીર અને ઈમ્તિયાઝ પહોંચ્યા હતા. જ્યાંથી તેમણે મદરેસામાં જઈને કેવી રીતે કિશનની હત્યા કરી તેનું કાવતરું ઘડ્યું હતું.SSS