Western Times News

Gujarati News

51 વર્ષીય બોલિવૂડ એક્ટર અમિતાભ દયાલનું હાર્ટ અટેકને કારણે અવસાન

મુંબઈ, 51 વર્ષીય બોલિવૂડ એક્ટર અમિતાભ દયાલનું હાર્ટ અટેકને કારણે અવસાન થયું છે. તેઓ છેલ્લાં 13 દિવસથી હોસ્પિટલમાં એડમિટ હતા. સારવાર દરમિયાન 2 ફેબ્રુઆરી, 2022ના રોજ સવારે સાડા ચાર વાગે અંતિમ શ્વાસ લીધા હતા.

અમિતાભે ‘કગારઃ લાઇફ ઑન ધ એજ’, ‘રંગદારી’, ‘ધુઆં’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે. અમિતાભ દયાલે બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન તથા સ્વ. ઓમપુરી સાથે પણ કામ કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.