બાયડના ગ્રામિણ વિસ્તારના યુવાનની લાશ મેશ્વો નદીમાંથી મળી આવતાં ચકચાર
(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના માધવકંપા ગામના ૩૮ વર્ષિય પુરુષની લાશ ગઈકાલે મોડી સાંજે આંત્રોલી ગામના વિસ્તારમાં આવેલી મેશ્વો નદીમાંથી તરતી હાલતમાં મળી આવતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.
વધુ પ્રાપ્ત માહિતી મુજબ, બાયડ તાલુકાના માધવકંપા ગામના વતની એવા ૩૮ વર્ષિય ચેતન દિવાણી તલોદ તાલુકાના રામપુરા રામપુરા કંપા ખાતે રહેતા તેમના કાકા પ્રવિણભાઈને ત્યાં આવ્યા હતા. અને તા. ૨૭’જાન્યુઆરીના એક્ટિવા લઈને ઘર તરફ જવા માટે નીકળ્યા હતા.
તે ઘરે પહોંચ્યા જ નહોતા. બીજી તરફ તેમની શોધખોળ ચાલુ હતી. અને મેશ્વો નદી પર ક્વૉરીની નજીક ચેતનભાઈના ચંપલ અને એકટીવા મળી આવતાં તેઓ ઉંડી ખાઈમાં ડુબી ગયાની આશંકા પ્રબળ બની હતી. જેથી ચેતન દિવાણીને શોધવાના તરવૈયાઓની મહેનત ત્રણ દિવસથી નિષ્ફળ રહી હતી.
છેલ્લે ગઈ કાલે ખોવાયેલ ચેતન દિવાણીની લાશ મેશ્વો નદીની સપાટી પર તરતી દેખાતાં ચકચાર મચી જવા પામી છે. ચેતન દિવાણીની લાશ મળી આવતા અનેક તર્ક વિતર્કો વચ્ચે પટેલ સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. યુવાનની હત્યા કે આત્મહત્યા તે પોલીસ તપાસનો વિષય છે.
વધુ પ્રાપ્ત માહિતી મુજબ ચેતન દિવાણીનું દામ્પત્યજીવન સુખમય હતું નહી જેથી પરિવાર વ્યથામય જીવન જીવતો હતો. જાેકે આ બધા પાસાઓને ધ્યાનમાં રાખીને રાખીને તલોદ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.