મહારાષ્ટ્રના પુણે અકસ્માતમાં સાત મજૂરોનાં મોત નિપજ્યા
મુંબઈ, મહારાષ્ટ્રના પુણેમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં ૭ મજૂરોનાં ઘટના સ્થળે જ મોત થયા છે. એક અંડરકન્સ્ટ્રક્શન બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે તેનો સ્લેબ પડ્યો હતો જ્યાં ૧૦ મજૂરો કામ કરતાં હતાં.
આ સ્લેબનાં ૧૬ mm ના સળિયા તેમની અંદર ઘૂસી ગયા હતા. મહારાષ્ટ્રના પુણેમાં એક અકસ્માતમાં ૭ મજૂરોના મોત થયા છે. જ્યારે ૩ લોકો ઘાયલ થયા છે. આ ઘટના ગુરુવારે મોડી રાત્રે યરવડા વિસ્તારના શાસ્ત્રીનગરમાં બની હતી. પૂણેમાં બનેલી આ ઘટનામાં આ વિસ્તારમાં એક નિર્માણાધીન બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે તેનો એક સ્લેબ પડી ગયો. રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે છે અને બચાવ કાર્ય કરી રહી છે.
ઝોન-૫ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ રોહિદાસ પવારે જણાવ્યું કે આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે જ્યારે ત્રણ અન્ય ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે મજૂરો ત્યાં કામ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડ અને પોલીસ કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ અકસ્માત બિલ્ડિંગના ભોંયરામાં થયો હતો. પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂણેમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
સ્લેબ નાખતી વખતે અકસ્માત થયો- તમને જણાવી દઈએ કે લોખંડનો સ્લેબ નાખતી વખતે આ અકસ્માત થયો હતો. તેને નાખવા માટે લોખંડના સળિયા વડે જાળી બનાવવામાં આવી હતી. કામદારો નેટના ટેકા પર ઉભા રહીને કામ કરી રહ્યા હતા.
ત્યારબાદ આ જાળી ૧૦ મજૂરો પર પડી અને લોખંડના સળિયા કામદારોના શરીરમાં ઘૂસી ગયા. ઘટનાની માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનોએ કટરની મદદથી જાળી નીચે દટાયેલા મજૂરોને બહાર કાઢ્યા હતા.SSS