Western Times News

Gujarati News

રાજશા ફાર્માસ્યુટિકલ્સે ઇનોવેટિવ આયુર્વેદિક પ્રોડક્ટ્સની શ્રેણી લોંચ કરી

કંપનીને ગ્રાહકોની એકંદર સુખાકારી અને તંદુરસ્તી જાળવણીમાં મદદરૂપ બનવાનો વિશ્વાસ

અમદાવાદ, 04 ફેબ્રુઆરી, 2022:  ભારતમાં ઝડપી વૃદ્ધિ સાધતી ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ પૈકીની એક તથા ટ્રોજન લાઇફકેર પ્રાઇવેટ લિમિટેડની ગ્રૂપ કંપની રાજશા ફાર્માસ્યુટિકલ્સે આજે ઇનોવેટિવ આયુર્વેદિક પ્રોડક્ટ્સની નવી શ્રેણી લોંચ કરવાની જાહેરાત કરી છે. Rajsha Pharmaceuticals Launches a New Range of Innovative Ayurvedic Products

ભારત અને વિશ્વભરમાં આયુર્વેદિક અને હર્બલ પ્રોડક્ટ્સમાં રૂચિ ધરાવતા ગ્રાહકોની ઉભરતી અને વિવિધ જરૂરિયાતોને પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય સાથે આજે કંપનીએ આયુર્વેદિક-હર્બલ કીટ લોંચ કરી છે, જેમાં એવરગ્રીન લિક્વિડ, ગીલોઇ ટેબલેટ્સ, વિગર કેપ્સ્યુલ્સ, અનુ તેલ અને આયુષ કવાથ સહિતની પ્રોડક્ટ્સ સામેલ છે.

કંપનીની એવરગ્રીન પ્રોડક્ટ યુનાઇટેડ સ્ટેટ્સમાં પહેલેથી જ રજીસ્ટર્ડ છે અને તેણે યુએસ માર્કેટમાં ભારે હલચલ પેદા કરી છે. ટૂંક સમયમાં કંપની વિટામીન બી સાથે હેલ્થ બુસ્ટર પણ લોંચ કરવાની યોજના ધરાવે છે. છેલ્લાં બે વર્ષમાં કોવિડ-19 મહામારીને કારણે એકંદર આરોગ્ય અને સુખાકારી પ્રત્યે લોકો વધુ સાવચેત બન્યાં છે.

આ મહામારીની સામે લડવામાં આયુર્વેદિક અને હર્બલ પ્રોડક્ટ્સે પણ ખૂબજ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે તથા લોકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરીને મોટી સંખ્યામાં લોકોને કોરોનાના ગંભીર સંક્રમણ સામે સુરક્ષા પ્રદાન કરી છે.

રાજશા ફાર્માસ્યુટિકલ્સના ડાયરેક્ટર રાજ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, રાજશા ફાર્માસ્યુટિકલ્સની નવી ઇનોવેટિવ શ્રેણી લોંચ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. આ આંતરરાષ્ટ્રીય ધોરણો મૂજબની ગુણવત્તાય પ્રોડક્ટ્સ છે. અમને વિશ્વાસ છે કે આ પ્રોડક્ટ્સથી લોકોને પોતાનું આરોગ્ય જાળવવામાં મદદ મળી રહેશે.

હાલમાં કંપની દંત મંજન, હેર ટોનિક, ઇન્હેલર, બામ, સેનિટાઇઝર, સિરપ, ટેબલેટ્સ વગેરે જેવી પ્રોડક્ટ્સની શ્રેણી ધરાવે છે અને ટૂંક સમયમાં તેના પોર્ટફોલિયોમાં વધુ પ્રોડક્ટ્સ ઉમેરવાની યોજના ધરાવે છે.

રાજશા ફાર્માસ્યુટિકલ્સના ડાયરેક્ટર રાજેન્દ્રભાઇ શાહે જણાવ્યું હતું કે, અમારી પ્રોડક્ટ્સ વ્યાપક સંશોધનને આધારે તૈયાર કરવામાં આવી છે તથા આરએન્ડડી અમારી પ્રોડક્ટ ડેવલપમેન્ટના પાયામાં છે. આ પ્રોડક્ટ્સ ભારત અને વિદેશીની કંપની સાથે સ્પર્ધા કરવા સજ્જ છે અને અમને વિશ્વાસ છે કે અમારી પ્રોડક્ટ એક આગવું સ્થાન હાંસલ કરશે.

પ્રોડક્ટ્સની નવી શ્રેણી દ્વારા રાજશા હવે ભારતીય માર્કેટની સાથે-સાથે આંતરરાષ્ટ્રીય માર્કેટ ઉપર પણ ઝડપી વિસ્તરણ દ્વારા પોતાની ઉપસ્થિતિ મજબૂત કરવાની યોજના ધરાવે છે. કંપની કોઇપણ પ્રકારની આડઅસર ન ધરાવતી તેની ઉચ્ચ ગુણવત્તાયુક્ત આયુર્વેદિક પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી દ્વારા ગ્રાહકોનો વિશાળ આધાર ધરાવે છે.

ઉલ્લેખનીય છે કે ફાર્મા ઉદ્યોગમાં 30 વર્ષથી વધુ અનુભવ ધરાવતી ટ્રોજન લાઇફકેર પ્રાઇવેટ લિમિટેડે રાજશા ફાર્માસ્યુટિકલ્સને હસ્તગત કરી છે. રાજશા ફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી વિકસાવવા, ઉત્પાદન અને તેના વેચાણમાં કાર્યરત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.